Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

યુ.એસ.ના હેલ્થ પોલિસી કન્સલ્ટન્ટ સુશ્રી સીમા વર્માને બિરદાવતા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ : કોરોના મહામારી સામેની લડતમાં સિનિયરો માટેનો સસ્તો મેડિકેર પ્લાન અમલી બનાવવા બદલ પ્રશંસા કરી

વોશિંગટન : યુ.એસ.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ કોરોના મહામારી વચ્ચે સતત કાર્યરત રહી નાગરિકોની ચિંતા કરી રહેલા તથા સિનિયરો માટે સસ્તા મેડિકેર પ્લાનનો  અમલ કરવા બદલ હેલ્થ પોલિસી કન્સલ્ટન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા 49 વર્ષીય સુશ્રી સીમા વર્માની પ્રશંસા કરી છે.તથા તેમની કામગીરીને બિરદાવી છે.જેમણે ઇન્ડ્યુરન્સ કંપનીઓ તથા ઇન્સ્યુલિન ઉત્પાદકો સાથે ચર્ચાઓ કરી સિનિયરો માટેના ઇન્સ્યુલિન ખર્ચમાં ઘટાડો કરાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે માર્ચ માસમાં કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સમાં મહત્વના હોદા ઉપર પ્રેસિડન્ટ ટ્રમ્પએ સુશ્રી સીમા વર્માની નિમણુંક કરી હતી.

(6:56 pm IST)