Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

લંડનમાં આવેલા નેચરલ હિસ્ટરી મ્યુઝિયમના ટ્રસ્ટી તરીકે ભારતીય મૂળના પ્રોફેસર શ્રી યદવિંદર માલ્હીની નિમણુંક

લંડન : બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સને લંડનમાં આવેલા નેચરલ હિસ્ટરી મ્યુઝિયમના ટ્રસ્ટી તરીકે ભારતીય મૂળના યદવિંદર માલ્હીની નિમણુંક કરી છે.52 વર્ષીય શ્રી માલ્હી વિનામૂલ્યે સલાહકાર તરીકે 4 વર્ષ સુધી સેવાઓ આપશે.તેઓ ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં પ્રોફેસર છે.ઉપરોક્ત હોદા ઉપર નિમણુંક મળવા બદલ તેમણે ખુશી વ્યક્ત કરી હતી.

(6:30 pm IST)