Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

બિહારમાં કોંગ્રેસ અને આરજેડી ગઠબંધનમાં પડશે ભંગાણ તેજસ્વી સામે પાર્ટીમાંથી ઉઠ્યા સવાલ ; કોંગ્રેસ પણ નિરાશ

બિહારમાં આરજેડીએ ખાતું ખોલાવ્યું નથી ;કોંગ્રેસ માત્ર એક સીટ જીતી

 

લોકસભા ચૂંટણીમાં બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના ગઠબંધનનો કારમો પરાજય થયો છે કોંગ્રેસને બિહારમાં માત્ર એક સીટ મળી છે જયારે આરજેડી એકપણ બેઠક નહિ મળતા તેની સાઈડ ઈફેક્ટ પણ જોવા મળી રહી છે. લાલુ યાદવની પાર્ટી આરજેડીમાં તેજસ્વી યાદવ અંગે સવાલ ઉઠવા લાગ્યા છે. તેજસ્વી યાદવને પાર્ટીની અંદર બગાવતનો સામનો કરવો પડી રહ્યો છે કારણકે વખતે લોકસભા ચૂંટણીમાં આરજેડી એક પણ સીટ જીતી શકી નથી. પરંતુ ગઠબંધનના ખાતામાં એક સીટ ચોક્કસ આવી છે, જેને કારણે પાર્ટીના નેતૃત્વ અંગે સવાલો ઉઠવા લાગ્યા છે.

  દરમિયાન અહેવાલ મુજબ  બિહારમાં કોંગ્રેસ આરજેડી સિવાય પણ બીજું ભવિષ્ય શોધવામાં લાગી છે કારણકે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને બિહારમાં કોઈ ફાયદો નથી થયો. બિહારમાં 40 સીટોમાંથી 39 સીટો પર એનડીએ જીત્યું છે, જયારે ગઠબંધનથી માત્ર એક કિશનગંજ સીટથી કોંગ્રેસ ઉમેદવારને જીત મળી છે. આવું પહેલીવાર થયું છે કે આરજેડી એક પણ સીટ જીતી શકી નથી.

   કોંગ્રેસ નેતાઓ અનુસાર બિહારમાં વર્ષોથી કોંગ્રેસ અને આરજેડી સાથે રહી પરંતુ તેમને કોઈ લાભ મળ્યો નથી. ઘણીવાર અવસર આપવામાં આવ્યો પરંતુ કંઈક મળ્યું નહીં. કોંગ્રેસ નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નેતાઓનું માનવું છે કે જો કોંગ્રેસ આઇજેડીથી અલગ થઈને સ્વતંત્ર રીતે રાજનીતિ કરે તો મુસ્લિમ તેમની સાથે જોડાઈ શકે છે.

 

(10:35 pm IST)