Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મમતા બેનર્જીની સરકાર છ મહિનામાં પડી ભાંગશે :કાર્યકાળ પૂરો નહિ થાય ;વિધાનસભાની થશે ચૂંટણી

પશ્ચિમ બંગાળના ભાજપના પૂર્વ અધ્યક્ષ સિન્હાએ કહ્યું ટીએમસીના કાર્યકર્તાઓમાં ઘણો અસંતોષ

 

નવી દિલ્હી :પશ્ચિમ બંગાળના ભાજપના નેતા રાહુલ સિંહાએ દાવો કર્યો છે કે મમતા બેનર્જીની સરકાર પણ સંકટમાં છે. અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સરકાર 6 મહિનાથી 1 વર્ષની અંદર પડી ભાંગશે. ભાજપા પશ્ચિમ બંગાળના પૂર્વ અધ્યક્ષ સિન્હાએ જણાવ્યું હતું કે 6 મહિનાથી 1 વર્ષની અંદર વિધાનસભા ચૂંટણી થશે. વર્તમાન સરકાર 2012 સુધીનો પણ કાર્યકાલ પૂરો નહીં કરી શકે.

ભાજપા નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તૂણમૂલ કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘણો અસંતોષ છે. તેમને કહ્યું કે મમતા સરકાર પોલીસ અને સીઆઇડી મદદ ઘ્વારા ચાલી રહી છે. તેમને કહ્યું કે લોકસભા ચૂંટણીની હાર પછી તૂણમૂલ કોંગ્રેસ કાર્યકર્તાઓ આખા પ્રદેશમાં હિંસા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. તેમને કહ્યું કે ચૂંટણીમાં ભાજપને સાથ આપતા લોકોને હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે

(10:11 pm IST)