Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વડાપ્રધાન મોદીના શપથગ્રણમાં BIMSTECના તમામ સભ્ય દેશોના નેતાઓ ખાસ ઉપસ્થિત રહેશે

બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ત્રણ દિવસીય વિદેશી પ્રવાસ પર હોવાથી હાજર નહિ રહી શકે

નવી દિલ્હી :લોકસભાની ચૂટણીંમાં પ્રચંડ જીત અબ્દ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બીજીવાર વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે પાડોશી દેશોના નેતાઓ સહિત કેટલાય મોટા ચેહરા આ કાર્યક્રમમાં ભાગ લેશે. શપથ ગ્રહણ કાર્યક્રમમાં જે મોટા નેતાઓ સામેલ થઈ રહ્યા છે, તેમાં - BIMSTECના તમામ સભ્ય દેશોના નેતાઓને બોલાવવામાં આવ્યા છે. ભારત, ભૂટાન, નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર અને થાઈલેન્ડ BIMSTECના સભ્ય દેશો છે.

   આ ઉપરાંત બાંગ્લાદેશના સદર અબ્દુલ હામિદ, મ્યાનમાર પ્રેસીડેન્ટ યૂ વિન, મિન્ટ, ભૂટાન પીએમ લોટે ટીશેરિંગ, શ્રીલંકાના પ્રેસિડેન્ટ મૈત્રીપાલ શ્રીસેના, મોરિસિયસના પીએમ પરવિંદ કુમા જગનોથ, કજાકિસ્તાનના પ્રેસિડેન્ટ સૂરોનબે જીનબેકો, નેપાળ પીએમ કેપી શર્મા ઓલી અને થાઈલેન્ડના વિશેષ દૂત ગ્રિસડા બૂનરાચ આ પ્રોગ્રામમાં સામેલ થશે. જયારે બાંગ્લાદેશના પીએણ શેખ હસીના ત્રણ દિવસીય વિદેશી પ્રવાસ પર હોવાથી શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજર નહિ રહી શકે.

(9:39 pm IST)