Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

કલર્સ યોર મુડના અભિયાનનો પ્રારંભ : આકર્ષક પ્રોડક્ટ લોંચ

એમવેની એટિટ્યુડ કલર્સની નવી વાઇબ્રન્ટ રેન્જ :એટિટ્યુડ કલર્સ રેન્જમાં એટિટ્યુડ લિપસ્ટિક ટ્રાવેલ પેક પણ સામેલ : યાત્રા પ્લાનમાં વધારાની સુવિધા ઉમેરે છે

અમદાવાદ,તા. ૨૯ : દેશની સૌથી મોટી એફએમસીજી ડાયરેક્ટ સેલિંગ કંપની એમવે ઇન્ડિયા દ્વારા તેના કોસ્મેટિક્સ પોર્ટફોલિયોમાં એટિટ્યુટ કલર્સની નવી રેન્જ શરૂ કરવામાં આવી છે. ચમકદાર રંગો સાથે વિવિધ મૂડની રેન્જની ઉજવણી કરતા એટિટ્યુડ કલર કોસ્મેટિક્સના ૧૪મા એડિશનમાં પાંચ નવા આકર્ષક શેડ સમાવી લેવામાં આવ્યા છે જે દરેક મેટ અને ક્રેમ લિપસ્ટીકના રૂપમાં ઉપલબ્ધ છે અને સાથે નેઇલ એનેમલ્સના છ રેડિઅન્ટ હ્યૂ પણ સમાવી લેવામાં આવ્યા છે. તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલા એટિટ્યુડ કલર્સની રેન્જમાં એટિટ્યુડ લિપસ્ટીક ટ્રાવેલ પેક પણ છે જે કોઇપણ વ્યક્તિના મુસાફરીના પ્લાનમાં વધારાની સુવિધા ઉમેરે છે. ઉત્કટ અને ભવ્ય રંગ સાથે, એટિટ્યુડ મેટ અને ક્રેમ લિપસ્ટીક સૌમ્ય અને એકસમાન કવરેજ આપે છે. હળવી અને પ્રિઝર્વેટિવ મુક્ત ફોર્મ્યુલા તેને ઉન્નત પરિધાન સાથે ઉપયોગમાં લેવા માટે વધુ આદર્શ બનાવે છે. એટિટ્યુડ મેટ લિપસ્ટીકમાં ચીકી કોરલ, મૌવ મેજિક, રેવિશિંગ રેડ, પિંક બર્સ્ટ અને કેરેમલ બ્રાઉન જેવા નવા શેડ ઉમેરવામાં આવ્યા છે જ્યારે એટિટ્યુડ ક્રેમ લિપસ્ટીકમાં નોટી ન્યૂડ, કેન્ડી ફ્લોસ, ચોકોલેટ ચેરી, કોરલ પિંક અને રેડ વેલ્વેટ જેવા ટ્રેન્ડી ટોન સમાવી લેવામાં આવ્યા છે. એટિટ્યુડ નેઇલ એનેમલ્સનો નવો ઉત્સાહજનક સંગ્રહ તેના ચમકદાર અને વાઇબ્રન્ટ શેડ્સ દ્વારા રંગોની છટામાં વધારો કરે છે. સુધારેલા ચીપ અવરોધક કોટિંગ સાથે, નેઇલ એનેમલ્સ છ વૈવિધ્યસભર શેડ પિંક બ્લશ, ફ્રોસ્ટેડ ટોફી, કોરલ લવ, રેડ બ્યુટી, એક્વા હોરાઇઝન અને રાસબેરી સોર્બેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે. નવા કલર્સની રેન્જના લોન્ચની જાહેરાત કરતા એમવે ઇન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર સુંદીપ શાહે જણાવ્યું હતું કે, ભારતનું કોસ્મેટિક્સ બજાર વર્તમાન સમયમાં રૂપિયા ૭,૦૦૦ કરોડ સુધી પહોંચી ગયું છે અને તેમાં હજુ પણ ખૂબ જ મોટાપાયે વૃદ્ધિનો અવકાશ છે. આ શ્રેણીમાં અમારી વૃદ્ધિને આગળ વધારવા માટે અને યુવા ગ્રાહકોની માંગ પૂર્ણ કરવા માટે, અમે અમારા દ્વારા રજૂ કરવામાં આવતી ઉત્પાદનોની રેન્જ સતત વિસ્તારવાનું ચાલુ રાખીએ છીએ અને અમારી સ્વદેશી એન્ટ્રી સ્તરની પ્રીમિયમ સૌંદર્ય બ્રાન્ડ એટિટ્યુડ અંતર્ગત નવા જમાનાના ઉકેલો તૈયાર કરવામાં આવે છે. આ ઉકેલો આજના સમયની યુવા મહિલાઓનું પ્રીતિનિધિત્વ કરે છે કે જેઓ લોકોના તેમના વિશેના વિચારો જેમ કે તેઓ કોણ છે, તેમણે શું કરવું જોઈએ, તેઓએ શું બનવું જોઈએ તેની પરવા કર્યા વગર આગળ વધે છે. દરેક બાબતે તેમનો પોતાનો અલગ અભિગમ છે. એટિટ્યુડ દ્વારા આવી જ મહિલાઓને સમર્થન આપવામાં આવે છે જેઓ રૂઢિગત અવરોધોથી ઉપર આવી છે અને જીવન જીવી જાણવાનું પસંદ કર્યું છે અને પોતાની રીતે સફળતા હાંસલ કરી છે.

આ લોન્ચ અંગે એમવે ઇન્ડિયાના બ્યુટી અને પર્સનલ કેરના કેટેગરી હેડ અનિશા શર્માએ જણાવ્યું હતું કે, વર્ષોના સંશોધનમાં પુરવાર થયું છે કે રંગોનું લાગણીઓ સાથે અનન્ય સંબંધ હોય છે જેના કારણે વિવિધ મૂડ બને છે. નવી એટિટ્યુડ કલર રેન્જમાં અગાઉની તુલનાએ આકર્ષક સ્ટાઇલિશ અને વાઇબ્રન્ટ શેડ્સ છે જે દરેક પ્રકારના મૂડને અનુકૂળ રહેશે. તેજસ્વી અને ચમકદાર હ્યૂની આ વ્યાપક વિવિધતા તૈયાર કરવાનો આશય કોઇપણ વ્યક્તિના એકંદરે દેખાવમાં ભવ્યતા લાવવાનો છે. અમારા ગ્રાહકોને વધુ જોડાયેલા રાખવા માટે અમે પ્રયોગાત્મક સત્રો યોજી રહ્યા છીએ જ્યાં તેઓ વિવિધ પ્રસંગો અને મૂડ માટે નવા દેખાવો અંગે શીખી શકે છે અને બનાવી શકે છે.

(9:05 pm IST)