Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

અમેરિકામાં ઉમિયા માતાજી ટેમ્પલ શિકાગોના ઉપક્રમે ર જુન ૨૦૧૯ના રોજ ''મૂર્તિ આગમન સમારોહ'': ભારતમાં બનાવાયેલી શ્રી ઉમિયા માતાજી સહિત સાત દેવી દેવતાઓની મૂર્તિઓ વધાવાશેઃ રથયાત્રા,મહાપ્રસાદ, મૂર્તિ સ્વાગત સમારોહ, તથા રાસ ગરબાની રમઝટ સાથે મ્યુઝિક પ્રોગ્રામનું આયોજનઃ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા ઓગસ્ટ માસમાં કરાશે

શિકાગોઃ યુ.એસ.માં ઉમિયા માતાજી ટેમ્પલ શિકાગો મિડવેસ્ટ મુકામે ભારતમાં બનાવાયેલી શ્રી ઉમિયા માતાજી સહિત સાત દેવી દેવતાઓની મૂર્તિઓ આવી પહોંચશે. જેના આગમનને વધાવવાનો પ્રોગ્રામ જૈન સેન્ટર બાર્ટલેટ મુકામે ૨ જુન ૨૦૧૯ના રોજ રાખવામાં આવ્યો છે. આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા ઓગસ્ટ માસમાં થશે.

ર જુનના રોજ ભારતથી આવનારી મૂર્તિઓમાં શ્રી ઉમિયા માતાજી, શ્રી રાધાક્રિશ્ન, શ્રી સીતારામ, શ્રી શિવ પાર્વતી, શ્રી હનુમાનજી, શ્રી ગણેશજી, તથા શ્રી અંબાજી માતાજીની મૂર્તિનો સમાવેશ થાય છે.

આ મૂર્તિઓના સ્વાગત સમારોહ અંતર્ગત ર જુન ૨૦૧૯ રવિવારના રોજ સાંજે ૪ થી ૫ વાગ્યા દરમિયાન રથયાત્રા, ૫ થી ૬.૩૦ દરમિયાન મૂર્તિ સ્વાગત સમારોહ તથા રાત્રે ૮-૩૦ થી ૧૨ વાગ્યા સુધી ગરબા તથા મ્યુઝીક પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

વિશેષ માહિતિ તથા ડોનેશન આપવા માટે શ્રી ખોડાભાઇ (કેન) પટેલ શ્રી દેવેન્દ્ર પટેલ, શ્રી પિયુષ પટેલ, શ્રીજે.પી. પટેલ, શ્રી લાલભાઇ પટેલ શ્રી શૈલેષ પટેલ, અથવા શ્રી રાજુભાઇ પટેલનો સંપર્ક સાધ શકાશે તેવું જાણવા મળે છે.

(8:21 pm IST)