Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

યુ.એસ.ના ન્યુયોર્કમાં યોજાઇ ગયેલી સ્કુલ બોર્ડ ઓફ એજ્યુકેશનની ચૂંટણીઃ ઇન્ડિયન અમેરિકન મહિલા ઉમેદવારો ડો.સંગીતા નિશ્ચલ તથા સુશ્રી કૃપા પાંચાલ પાંખી બહુમતિથી પરાજીત

ન્યુયોર્કઃ યુ.એસ.માં ન્યુયોર્ક સ્થિત ન્યુ હાઇડ પાર્ક ગાર્ડન સીટી પાર્ક સ્કૂલ બોર્ડ ઓફ એજ્યુકેશનની ચૂંટણી ૨૧ મે ૨૦૧૯ના રોજ યોજાઇ હતી. જેમાં ઇન્ડિયન અમેરિકન મહિલા ડો.સંગીતા નિશ્ચલએ ઉમેદવારી નોંધાવી હતી. જેઓ પરાજીત થયા છે. તેમને ૨૦૮ મતો મળ્યા હતા જ્યારે વિજયી ઉમેદવારને ૮૨૨ મતો મળ્યા હતા.

અન્ય ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કૃપા પંચાલએ સાકેમ સ્કૂલ્સ બોર્ડ ઓફ એજ્યુકેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. તેઓ પણ પરાજીત થયા છે.

તેમને ૯૮૧ મતો મળ્યા હતા. જયારે પાંચ વિજેતા ઉમેદવારોને ૧૫૫૩ થી ૨૨૧૯ મતો મળ્યા હતા. તેઓ આઠમા ક્રમે રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે બન્ને ઇન્ડિયન અમેરિકન ઉમેદવારોને વિજેતા બનાવવા સાઉથ એશિઅન લીડર ઇન્ડિયન અમેરિકન શ્રી દિલીપ ચૌહાણએ સમર્થન ઘોષિત કર્યુ હતું.

(8:18 pm IST)