Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ભાઇઓનો આવો પ્રેમ નહીં જોયો હોય

છેલ્લા ૫૦ વર્ષથી આ જ થાળીમાં સાથે જ જમે છે બને ભાઈઓ

ભિવંડી, તા.૨૯: આજે એવા પરિવાર ખૂબ ઓછા જોવા મળે છે જયાં બે ભાઈ પોતાના સંતાનો અને તેમના સંતાનો સાથે પ્રેમ અને આનંદ સાથે રહેતા હોય. પરંતુ આજે એવા બે ભાઈની વાત આપણે કરી રહ્યા છીએ જેઓ સાથે રહેતા જ નથી પરંતુ છેલ્લા ૫૦ ૫૦ વર્ષથી બંને ભાઈઓ એક જ થાળીમાં ખાય છે. પહેલા આ પાંચ ભાઈ હતા જે એક જ સાથે એક જ થાળીમાં જમતા હતા. પરંતુ ૩દ્ગક્ન મૃત્યુ બાદ હવે આ બંને ભાઈઓએ આજે પણ આ પરંપરાને જાળવી રાખી છે.

૧૯૬૨માં રાજસ્થાનના વિલાસપુરથી રાજમલ જૈન વેપાર માટે મુંબઈ પાસે આવેલ ભિવંડી આવ્યા હતા. ખડગ રોડ પર સ્થિત લક્ષ્મી બિલ્ડિંગમાં રહીને તેમણે અહીં ટ્રાન્સપોર્ટનો વેપાર શરુ કર્યો. ત્યારબાદ રાજમલ જૈન સાથે એમના બે ભાઈ છગનલાલ અને કેશરીમલ પણ આવી ગયા.

વ્યવસાય જામી ગયા બાદ રાજમલ સેવા કાર્યમાં લાગી ગયા, જયારે તેમને બંને નાના ભાઈ વેપાર પર ધ્યાન આપવા લાગ્યા. ભૈરવ ટ્રાન્સપોર્ટનો વેપાર ધીરે ધીરે વધવા લાગ્યો. તેથી તેમણે બીજા નાના ભાઈઓ પ્રકાશચંદ અને પુષ્પતરાજને પણ પોતાની પાસે બોલાવી લીધા. આ બંને ભાઈઓ વચ્ચે પ્રેમ એટલો બધો હતો કે લગ્ન પહેલા વર્ષ ૧૯૬૯દ્મક જ બંને એક જ થાળીમાં ખાય છે. આજે લગભગ ૫૦ વર્ષ પછી પણ બંને ભાઈઓ પ્રકાશચંદ(૭૦) અને પુષ્પતરાજ(૬૬) આ પરંપરાને જાળવી રાખી છે.

પુષ્પતરાજે કહ્યું કે તેઓ પાંચ ભાઈ હતા, જેમાંથી ત્રણનું મૃત્યુ થઈ ગયું છે. જયારે પાંચે ભાઈ ભિવંડીમાં રહેતા હતા તો બધા જ એકસાથે બેસીને જમતા હતા. જો કોઈ કામથી એક ભાઈ બહાર ગયા હોય તો અન્ય ભાઈ તેની રાહ જોતા હતા. પ્રકાશચંદની પત્ની બબીબેને કહ્યું કે આગલા દિવસનો ઉપવાસ હોય તો પણ બંને ભાઈઓ એકબીજાની રાહ જોતા હતા. જયારે પુષ્પતરાજની પત્ની પવનબેને કહ્યું કે પહેલા જયારે મોટાભાઈઓ હતા ત્યારે તેઓ પણ સાથે જ જમતા હતા.

પુષ્પતરાજે કહ્યું કે એકવાર અમારું ટીવી ખરાબ થઈ ગયું તો તેની જાણકારી મોટાભાઈ પ્રકાશચંદને થઈ તેમણે નવું ટીવી મોકલાવ્યું. પરંતુ પુષ્પતરાજે એમ કહીને ટીવી ન લગાવ્યું કે હાલ નવા ટીવીની જરુરિયાત નથી. થોડા સમય પછી પ્રકાશચંદનું સ્કૂટર ખરાબ થઈ ગયું તો પુષ્પતરાજે નવું સ્કૂટર ખરીદી આપ્યું પરંતુ પ્રકાશચંદે એમ કહીને ના પાડી કે જયાં સુધી પુષ્પતરાજ ટીવી નહીં લગાવે ત્યાં સુધી પોતે સ્કૂટર નહીં ચલાવે.

(4:09 pm IST)