Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

નેશનલ હેરાલ્ડ કેસ

ગાંધી પરિવારને ફટકોઃઇડીએ જપ્ત કરી ૬૪ કરોડની સંપતિ ગુડગાંવ-પંચકુલામાં આવેલી સંપતિ સીલ કરી

નવીદિલ્હી, તા.૨૯: લોકસભા ચુંટણીના પરિણામોએ સમગ્ર કોંગ્રેસની હાલત તો ખરાબ કરી દીધી છે પરંતુ હવે ઇડીએ ગાંધી પરિવારને તગડો ઝટકો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં ઇડીએ ૬૪ કરોડની પ્રોપટીને જપ્ત કરી લીધી છે.

હાલમાં દિવસોમાં કોંગ્રેસ લોકસભા ચુંટણીમાં મળેલી હાર પર મંથન કરી રહી છે પરંતુ આ બધાની વચ્ચે ઇડી દ્વારા સંપતિ જપ્ત કરવાની કાર્યવાહી કોંગ્રેસ માટે મોટો ઝટકો છે જપ્ત કરવાની આવેલી સંપતિ નેશનલ હેરાલ્ડ અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે સંબંધિત છે.

સુત્રોના જણાવ્યા મુજબ ઇડીએ આ મામલે પંચકુલામાં આવેલ પ્રોપર્ટી જપ્ત કરી લીધી છે. એ પહેલા ઇડીએ ગુણાવ અને પંચકુલામાં આવેલ ૬૪ કરોડ રૂપિયાની સંપતિને જપ્ત કરી લીધી હતી.

ઇડી દ્વારા આજે એક વિજ્ઞપ્તિમાં જણાવામા આવ્યું છે કે હરિયાણાના પંચકુલાના સેકટર ૬ના પ્લોટનંબર સી-૧૭ને જપ્ત કરવામાં આવ્યા છે ઇડીના જણાવ્યા મુજબ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડા દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને આ સંપતિ ફાળવવામાં આવી હતી.

(3:47 pm IST)