Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

એમેઝોનના સીઈઓની પત્ની દાનમાં આપશે તેની અડધી સંપત્તિ, રકમ છે અધધધ...

દુનિયાની સૌથી અમીર વ્યકિત અને અમેઝોનના સીઈઓ જેફ બેજોસની પૂર્વ પત્ની મૈલેંજીએ પોતાની અડધી સંપત્ત્િ। દાનમાં આપી દેવાનું નક્કી કર્યું છે. મૈકેંજી ૧૮.૪૫ અરબ ડોલર એટલે કે ૧.૨૯ લાખ કરોડ રૂપિયાનું દાન કરશે. મૈકેંજીએ તાજેતરમાં જ ડિવોર્સ લીધા હતા અને ત્યારબાદ તે દુનિયાની ચોથા નંબરની અમીર મહિલા બની ગઈ હતી. ઉલ્લેખનિય છે કે, ડિવોર્સ બાદ મૈકેંજી પાસે અમેઝોનના ચાર ટકા શેર છે. આ ચાર ટકા શેરોની કિંમત ૩૬.૯ અરબ ડોલર એટલે કે, ૨.૫૮ લાખ કરોડ રૂપિયા છે.

મૈકેંજી દુનિયાની ચોથા નંબરની અમીર મહિલા છે. દુનિયાની સૌથી અમીર મહિલા ફેંકોઇસ બેટનકોર્ટ મેયર્સ છે, જે ૩.૮૦ લાખ કરોડની માલકિન છે. બીજા નંબરે એલાઇકે વોલ્ટન અને ત્રીજા નંબરે જૈકલીન માર્સ છે, જેમની સંપત્તિ ક્રમશઃ ૩.૨૪ લાખ કરોડ અને ૨.૭૭ લાખ કરોડ છે.

(3:46 pm IST)