Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ

કાળઝાળ ગરમીના કારણે શાકભાજીના ભાવમાં ભડકો

નવી દિલ્હી, તા.૨૯: રાજયભરમાં કાળઝાળ ગરમી વચ્ચે શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. ટામેટા, આદુ, લીંબુ અને દેશી મરચાના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે.

ટામેટાના ભાવમાં ૪ દિવસમાં જ પ્રતિકિલોએ ૬૦ રૂપિયાનો વધારો થયો છે. લીલા શાકભાજીમાં ૩૦થી૪૦ ટકાનો ભાવ વધારો થયો છે. ત્યારે વેપારીઓનું માનીએ તો ગૃહિણીઓને ચોમાસા સુધી ભાવ વધારો સહન કરવો પડશે. શાકભાજીના ભાવ પર નજર કરીએ તો ટામેટાના ભાવ પ્રતિકિલો ૩૦-૩૫ રૂપિયાથી વધીને ૯૦થી૧૦૦ રૂપિયાએ પહોંચી ગયો છે. તો આદુના ભાવમાં ૪૫ રૂપિયાનો વધારો થતાં પ્રતિકિલોએ ૨૦૦ રૂપિયા પહોંચ્યો છે. જયારે દૂધીના ભાવ ૩૦થી વધીને ૬૦ રૂપિયા પહોંચી ગયા છે અને લીંબુના ભાવ ૫૦ રૂપિયાથી વધીને ૧૨૦ રૂપિયા થયા છે.

(3:38 pm IST)