Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

પંજાબ નેશનલ બેન્કની ખોટ ઘટી રૂ. ૯,૫૭૦ કરોડ

નવી દિલ્હી, તા. ૨૯ :. લકઝરી જ્વેલરીના ઉત્પાદક નીરવ મોદી કૌભાંડથી અસરગ્રસ્ત પંજાબ નેશનલ બેન્કની વર્ષ ૨૦૧૮-૧૯ની ખોટ રૂ. ૯૫૭૦ કરોડ નોંધાઈ છે. જે ગત વર્ષે રૂ. ૧૨,૧૧૩ કરોડ હતી. માર્ચ, ૨૦૧૯ના કવાર્ટરમાં બન્ની ખોટ રૂ. ૪૭૫૦ કરોડ રહી છે, જે ગત વર્ષે આ જ સમયગાળામાં રૂ. ૧૩,૪૧૭ કરોડ હતી.

માર્ચ કવાર્ટરમાં બેન્કની કમાણી રૂ. ૧૪,૭૨૫ કરોડ રહી હતી જે ગત વર્ષે માર્ચમાં રૂ. ૧૨,૯૪૫ કરોડ હતી. સમગ્ર નાણાકીય વર્ષ દરમ્યાન બેન્કની આવક રૂ. ૫૯,૫૧૪ કરોડ રહી છે, જે ગત વર્ષે રૂ. ૫૭,૬૦૮ કરોડ હતી. બેન્કનો ગ્રોસ એનપીએ રેશિયો માર્ચ, ૨૦૧૯માં ૧૫.૫૦ ટકા રહ્યો છે, જે માર્ચ, ૨૦૧૮માં ૧૮.૩૮ ટકા હતો. નેટ એનપીએ રેશિયો  પણ ગત વર્ષના ૧૧.૨૪ ટકા સામે ઘટીને ૬.૫૬ ટકા થયો છે.

(3:08 pm IST)