Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

શંઘાઇ શિખર સમ્મેલનઃજિનપિંગ અને પુતિન સાથે મુલાકાત કરશે મોદીઃપાક. સાથે કોઈ વાતચીત નહીં

આ શિખર સમ્મેલન કિર્ગીસ્તાનના બિશકેકમાં ૧૩-૧૪ જૂન સુધી આયોજિત થશે

નવી દિલ્હી, તા.૨૯:  લોકસભા ચૂંટણીમા જબરદસ્ત સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બીજી પારી શરૂ તેમના પહેલી આંતરરાષ્ટ્રીય મુલાકાત પર શંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમ્મેલનમાં ભાગ લેશે. પીએમ મોદી આ સમ્મેલનની સાથે સાથે ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. પરંતુ હજુ સુધી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સાથે તેને કોઈ પણ પ્રકારની મુલાકાતનો કોઈ ઈરાદો નથી. આ શિખર સમ્મેલન કિર્ગીસ્તાનના બીસ્કેકમાં ૧૩ થી ૧૪ જૂન સુધી આયોજિત હશે.

 તેમના બીજા કાર્યકાળ માટે પીએમ પદની શપથ લીધા બાદ મોદીની વૈશ્વિક નેતાઓની સાથે આ પ્રથમ મુલાકાત હશે. રકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, નવી સરકાર બન્યા પછી આ વિશે નિર્ણય લેવામાં આવે તેવી શકયતા છે. એટલે હાલ મોદી-ઈમરાન મળશે કે નહીં તે વિશે કોઈ ચોક્કસ નિર્ણય લેવાયો નથી. આ પહેલાં બંને દેશના વડાપ્રધાન ૨૦૧૭માં એસસીઓ સમિટ દરમિયાન મળ્યા હતા. ત્યારે નવાઝ શરીફ અને નરેન્દ્ર મોદી વચ્ચે થોડી મિનિટો માટે અનઓફિશિયલ વાતચીત પણ થઈ હતી.

ઈમરાન ખાન ગયા વર્ષે ઓગસ્ટમાં પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે. ત્યારપછી તેમણે ઘણી વખત મોદીને મળવાની ઈચ્છા વ્યકત કરી છે. જોકે જાન્યુઆરી ૨૦૧૬માં પઠાણકોટ એરબેઝ પર હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે કોઈ પણ પ્રકારની ઓફિશિયલ વાતચીતમાં ભાગ લીધો નથી. ભારતનું કહેવું છે કે, દ્વીપક્ષીય વાત અને આતંક સાથે સાથે ન ચાલી શકે. તેથી વાત-ચીત કરવા પાકિસ્તાને આતંકનો સાથ આપવાનું બંધ કરવું પડશે.

(1:16 pm IST)