Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

એસીની કિંમત ૧પ થી ર૦ ટકા જેટલી ઓછી થશે

મોદી સરકાર એલઇડી બલ્બની જેમ સસ્તી કિંમતે એસી ઉપલબ્ધ કરાવશે

નવી દિલ્હી, તા. ર૯ :  દેશના લોકો જયારે ગરમીથી બેહાલ છે ત્યારે મોદી સરકાર તેમને ગરમીથી રાહત આપવા માટે નવી ગિફટ આપવાની તૈયારીમાં છે. સતામાં જોરદાર વાપસી સાથે મોદી સરકાર હવે સામાન્ય જનતાને સસ્તામાં એસી (એર-કન્ડીશન) ઉપલબ્ધ કરાવશે.

ઉનાળો આવતાં જ લોકોને એસીની જરૂરીયાત અનુભવાય છે, પરંતુ એસીના ભાવ જોતાં સામાન્ય માનવી તો એ ખરીદવાનો વિચાર જ કરી શકતો નથી. હવે મોદી સરકાર ઘરે-ઘરે એસી પહોંચાડવા માટે સસ્તા એસી બજારમાં ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવી રહી છે.

(11:54 am IST)