Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ટેક્ષ ચોરી કરવી નહી રહે સરળ

સરકાર લાગુ કરશે નવી સીસ્ટમ : દરેક ટ્રાન્ઝેકશન થશે જીએસટી નેટવર્ક પર રજીસ્ટર

નવી દિલ્હી તા.૨૯: ટેક્ષ ચોરી પર અંકુશ મુકવા સરકાર ઇલેકટ્રોનીક ઇનવોઇસ સીસ્ટમ લાગુ કરવા પર વિચારી રહી છે.  તેનાથી દરેક ટ્રાન્ઝેકશન જીએસટી નેટવર્ક પર આપોઆપ રજીસ્ટર થઇ જશે અને ટેક્ષ ચોરીની શકયતા નહી રહે. જીએસટી પરિષદ ઇનવોઇસ સાથે જોડાયેલા મુદાઓ તપાસવા માટે બે સબ કમિટીની પણ રચના કરી છે.

ઇ-ઇનવોઇસ દ્વારા સરકાર રિયલ ટાઇમ ટ્રાન્ઝેકશન રજીસ્ટર્ડ કરવાની તૈયારીમાં છે. તેનાથી કંપનીઓને પોતાની ટેક્ષ ક્રેડીટ મેળવવાનું પણ સહેલુ બનશે આ ઉપરાંત સબ કમિટી ઇ-ઇનવોઇસ બન્યા પછી તેની નીતિઓ અને કાયદાકિય બાબતો પર ધ્યાન આપશે જેનાથી વેપારીથી વેપારી (બી ટુબી ) ની ઘણી વિગતો પર ચાંપતી નજર રહેશે. જો તેમાં બોગસ ઇનવોઇસનો ઉપયોગ થશે હોયતો આ કમિટી તાત્કાલિક પગલા લઇ શકશે સાથોસાથ તે બેકીંગ અને ટેલીકોમ ક્ષેત્રોના મુદ્દાઓના નિવારણ માટે અલગ વ્યવસ્થા બનાવવા પર વિચાર કરશે.

સબ કમિટી ઇનવોઇસના પ્રકાર અને એપ અથવા મોબાઇલ એસએમએસમાં થતી મુશ્કેલીઓ દુર કરવાનો પણ પ્રયત્ન કરશે. કેન્દ્ર અને રાજયના કર અધિકારીઓ અને જીએસટી એનના સીઇઓની ૧૩ સભ્યોની એક કમિટી અનુપાલનનો બોજ ઘટાડવા પર કામ કરી રહી છે.

જીએસટીએને એમએસએમઇ ક્ષેત્ર માટે મફત ગણત્રી અને બીલીંગનો નવો સોફટવેર તૈયાર કયો છે ૧.૫ કરોડ સુધીના ટર્નઓવર વાળા લગભગ ૮૦ લાખ ધંધાર્થીઓને તેના લાભ મળશે. ઇનવોઇસ તૈયાર કરવા, જીએસટી રીટર્ન બનાવવા તથા સ્ટેટમેન્ટની ગણત્રી કરવામાં આ સોફટવેર મદદરૂપ થશે. આ સોફટવેરને www.gst.gor.in પરથી ડાઉન લોડ કરી શકાશે.

(11:53 am IST)