Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

૬૦૦૦ મહેમાન માટે વેજ તેમજ નોનવેજ થાળી રહેશે

રાજભોગ અને અન્ય વિવિધ થાળીઓ રહેશે : ડીનર મેનુમાં દાળ રાયસીનાને પણ જગ્યા : તૈયારીે શરૂ

નવીદિલ્હી, તા. ૨૯ : નરેન્દ્ર મોદીના શપથવિધિને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ૬૦૦૦થી વધુ મહેમાનો માટે નોનવેજ થાળીની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજભોગ અને અન્ય તમામ ચીજવસ્તુઓ પણ રાખવામાં આવી છે. મોદીના બીજી વખત શપથગ્રહણ કાર્યક્રમને લઇને તમામ તૈયારી કરવામાં આવી છે. કાર્યક્રમમાં ૫૦૦૦થી ૬૦૦૦ લોકો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. ડીનરમાં વેજ અને નોનવેજ બંનેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનમાં રસોડાને આદેશ કરવામાં આવ્યા છે કે, મહેમાનો માટે કેટલાક લોકો ભારતના પૂર્વીય ભાગના છે જેથી પૂર્વીય ભાગોમાં રાત્રિ ભોજન હળવું રાખવામાં આવે છે. ડીનર મેન્યુમાં દાલ રાયસીનાને પણ જગ્યા આપી છે જેને બનાવવા માટેની તૈયારી શરૂ થઇ ચુકી છે. ગુરુવારના દિવસે રાત્રિ ભોજન માટે રાષ્ટ્રપતિ ભવને ૪૮ કલાક પહેલા જ તૈયારી શરૂ કરી દીધી હતી. આ વખતે ૧૪ દેશોના પ્રમુખ, અનેક દેશોના રાજદૂતો, બુદ્ધિજીવીઓ, ફિલ્મ સ્ટાર અને સેલિબ્રિટીઓ તથા મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. અનેક વરિષ્ઠ રાજનેતાઓ પણ આમા હાજરી આપે તેવી શક્યતા દેખાઈ રહી છે.

(7:24 pm IST)