Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

તેજપ્રતાપે હારનું ઠીકરું તેજસ્વી પર ફોડ્યું :કહ્યું મારુ સાંભળ્યું નહીં એટલે આવા દિવસો આવ્યા

વિપક્ષ નેતા તરીકે તેજસ્વીનું સમર્થન કર્યું :રાજીનામાની વાતનો વિરોધ પણ કર્યો

 

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીમાં કારમાં પરાજય બાદ આજેડીમાં તેજસ્વી યાદવનાં રાજીનામાની માંગ ઉઠી છે સમીક્ષા બેઠકમાં પાર્ટીનું એક મોટુ જુથ તેજસ્વી યાદવની સાથે ઉભા છે. ત્યારે ભાઇ તેજપ્રતાપે પણ તેજસ્વી યાદવનું સમર્થન કર્યું છે. તેજપ્રતાપે પત્રમાં લખ્યું કે પહેલી લોકસભા ચૂંટણી 2019 પિતાજી લાલુ પ્રસાદ યાદવની ગેરહાજરીમાં લડ્યાં. પિતાજીએ અમે આત્મસમ્માન સાથે જીવવાનું શીખવ્યું અને અન્યાયની વિરુદ્ધ લડવાનું શિખવ્યું. લાલુ યાદવે ક્યારે પણ સમજુતી નથી કરી.

  પત્રમાં તેજપ્રતાયે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે અને તેમને ટિકિટ નહી મળવા અંગે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, જેમણે ટિકિટો વહેંચી તેને હારની જવાબદારી લેવી જોઇએ. તેજે કહ્યું કે, મે માત્ર બે સીટ શિવહર અને જહાનાબાદ માંગી હતી કારણ કે ત્યાની જનતાની માંગ સ્થાનીક ઉમેદવારની હતી. હું વારંવાર તમને મારી આસપાસનાં લોકોને સાવધાન રહેવા અંગે જણાવ્યું. મે જે પણ માંગ કરી અને પાર્ટી હિતમાં સલાહ આપી પરંતુ મારા વિશે એક પણ વાત સાંભળી.

   તેજ પ્રતાપે પોતાનું સમર્થન આપતા તેજસ્વીને લખ્યું કે, તમારે નેતા પ્રતિપક્ષ જળવાઇ રહેવાનું છે અને જે લોકો તમારા રાજીનામાની વાત કરી રહ્યા છે હું તેમનો પુરજોર વિરોધ કરૂ છું. ઇવીએમ હટાવો, દેશ બચાવો માટે આંદોલન કરવા જઇ રહ્યો છું ઉપરાંત તેજપ્રતાપે 2020ની વિધાનસભા ચૂંટણીમાં સ્વચ્છ અને યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવા માટે જણાવ્યું. તેમણે કહ્યું કે, મોટા ભાઇ હોવાના કારણે મારી વાત અને સલાહ સાંભળવામાં આવે કારણ કે હંમેશા પાર્ટીને નુકસાન પહોંચાડનારા લોકોની વિરુદ્ધ અને આપરાધિક પ્રવૃતિનાં લોકોના સતર્ક રહેતા પાર્ટીનાં અવાજ ઉઠાવ્યા છે

(9:00 am IST)