Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

આર્થિક અપરાધની આશંકાએ જેટ એરવેઝના નરેશ ગોયલ સહીત 20 લોકો વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર

ભારતમાંથી આવવા અને જવા પર વોચ રાખવા માટે સરકયુલર

નવી દિલ્હી :કોર્પોરેટ અફેર્સ મંત્રાલય (MCA) દ્વારા આર્થિક અપરાધના આશંકાથી 20 લોકોના નામ સાથે એક લુક આઉટ સરક્યુલર ઇશ્યું કરવામાં આવ્યુ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ પરિપત્રમાં હાલના ગ્રાઉન્ડેડ જેટ એરવેઝના અધ્યક્ષ નરેશ ગોયલનું નામ છે.

   ભારતીય અને વિદેશી નાગરિકો બંનેના ભારતમાંથી આવવા અને જવા પર વોચ રાખવા માટે વિદેશ મંત્રાલય, MCA, આવકવેરા વિભાગ અને અમલ નિર્દેશ નિદેશક સહિત અનેક અધિકારીઓ દ્વારા સરક્યુલર બહાર પાડવામાં આવે છે

  . સૂત્રોએ જણાવ્યું હતું કે કથિત રૂપે નાણાં ભંડોળનો ઉપયોગ કરનાર અથવા ગંભીર કૌભાંડ અને અનિયમિત વ્યવહારોમાં સામેલ લોકો સામે લુક આઉટ બહાર પાડવામાં આવી છે.

 

(12:00 am IST)