Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

મલ્લિકા અર્જુન ખડગે ચૂંટણી હારી જતા શશી થરૂર વિપક્ષના નેતાનું પદ સંભાળવા તૈયાર

પાર્ટીએ ન્યાયની થીમને મતદાતાઓની સમક્ષ યોગ્ય રીતે રાખી નથી

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીમાં કારમાં પરાજય બાદ કોંગ્રેસ વિપક્ષ નેતા તરીકે કોના પર પસંદગીનો કળશ ઢોળશે.તેવી ચર્ચા જાગી છે મલ્લિકાઅર્જૂન ખડગે ચૂંટણી હારી ચૂક્યા છે. 2014માં તેઓ કોંગ્રેસ વતી સંસદમાં બેસતા હતા. આ વચ્ચે શશી થરૂરે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી જો કહે તો તેઓ આ પદ સંભાળવા માટે તૈયાર છે.

તિરૂવનંતપુરમથી સત્તત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા શશી થરૂરે સોમવારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જો પાર્ટી સામેથી કહે તો લોકસભામાં કોંગ્રેસ પાર્ટીનું નેતા પદ સંભાળવા માટે તૈયાર છું. તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો છે પાર્ટીએ ન્યાયની થીમને મતદાતાઓની સમક્ષ યોગ્ય રીતે નથી રાખી

(12:00 am IST)