Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ''વર્લ્ડ આર્કિટેકચર ન્યુઝ એવોર્ડ'' માટે પસંદગીઃ આંતર રાષ્ટ્રિય સ્તરની ડીઝાઇન તથા બાંધકામ માટે L એન્ડ T કંપનીનું બહુમાન કરાશે

મુંબઇઃ ભારતના ગુજરાતમાં બંધાયેલી સરદાર પટેલની પ્રતિમાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' કે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ગણાય છે આવી છે તે ૨૦૧૯ની સાલના ''વર્લ્ડ આર્કિટેકચર ન્યુઝ'' (WAN) એવોર્ડ માટે પસંદ થઇ છે. જે એવોર્ડ જુલાઇ માસમાં એનાયત કરાશે.

આંતર રાષ્ટ્રિય સ્તરે શ્રેષ્ઠ ડીઝાઇન તથા બાંધકામ તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની પસંદગી થઇ છે. જે ભારતની એન્જીનીઅરીંગ બુધ્ધિ પ્રતિભાનું સન્માન છે. તેવું L એન્ડ T ના CEO તથા MF એસ.એન.સુબ્રમણ્યમએ જણાવ્યું હોવાનું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:09 pm IST)