Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પાણીનો નળ ખુલ્લો રાખનારને દંડ થશેઃ ૧૯૪૦ની સાલ પછીની પાણીની સૌથી મોટી તંગી

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પાણીનો નળ ખુલ્લો રાખવો તે બાબત ગૂનો ગણાશે તથા તે માટે દંડ કરાશે તેવો નિયમ આગામી સપ્તાહથી અમલ બનવા જઇ રહ્યો છે.જે અંતર્ગત પાણીનો વ્યપ કરનારને ૨૬ હજાર રૃપિયા સુધીનો દંડ થઇ શકશે.

પાણીની કારમી તંગીને કારણે તંત્રને ઉપરોકત નિર્ણય લેવાની ફરજ પડી છે. ખાસ કરીને ડીસે.૨૦૧૮થી ફેબ્રુ.૨૦૧૯ દરમિયાન સખત ગરમી પડતા તમામ નદીઓના તળ સુકાઇ જવા પામ્યા છે.

આ તંગી ૧૯૪૦ પછીની સૌથી મોટી પાણીની તંગી ગણાય છે તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(8:06 pm IST)