Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દૂ ડોક્ટરની ધરપકડ : ઇસ્લામના પવિત્ર ગણાતાં પુસ્તકના પાના ફાડી તેમાં દવાની પડીકી આપતા હોવાની મૌલવીની પોલીસ ફરિયાદ : હિન્દુઓની દુકાનો સળગાવાઈ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા મીરપુરખાસમાં પશુ ચિકીત્સક  તરીકે પ્રેક્ટિસ કરતા હિન્દૂ ડોક્ટર રમેશકુમારની ધરપકડ થઇ છે.તેઓ  ઇસ્લામના પવિત્ર ગણાતાં પુસ્તકના પાના ફાડી તેમાં દવાની પડીકી આપતા હોવાની  મૌલવીએ કરેલી પોલીસ ફરિયાદને  ધ્યાને લઇ ધરપકડ કરવામાં આવી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

આ વાયુવેગે પ્રસરી જતા અનેક મુસ્લિમ લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.તથા ટાયરો સળગાવી રસ્તાઓ ચક્કાજામ કરી દીધા હતા તેમજ અનેક હિન્દુઓની દુકાનો સળગાવી હતી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના કરાચી તથા સિંધ પ્રાંતમાં લઘુમતી હિન્દૂ કોમ વધારે પ્રમાણમાં વસવાટ કરે છે.

(11:55 am IST)