Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

એટીસી તાતાની વળતર રકમને સ્વીકારી શકે છે

સમજૂતિની ટૂંકમાં જ જાહેરાત

નવીદિલ્હી,તા. ૨૯ : અમેરિકન ટાવર કોર્પ (એટીસી) તાતા ટેલિસર્વિસ પાસેથી વળતર તરીકે ૯૦૦ મિલિયન ડોલર અથવા તો ૬૦૩૦ કરોડ રૂપિયા સ્વીકારે તેવી શક્યતા દેખાઈ રહી છે. પ્રાથમિક બાબતોને લઇને સહમતિ થઇ ગયા બાદ આ નાણા સ્વીકારવામાં આવનાર છે. ભારતી એરટેલના તેની મોબીલીટી બિઝનેસને વેચી દેવાનો નિર્ણય કર્યા બાદ ૩૦૦૦૦થી વધુ ટેનેસીને સમેટી લેવા બદલ આ રકમ મળનાર છે. આની સાથે જ તાતા ગ્રુપની કંપનીના મોબિલીટી ડિવિઝનની પ્રાપ્તિ માટેનો માર્ગ મોકળો થયો છે. એકંદરે વળતરની રકમમાં તાતા ટેલિસર્વિસની એટીસી અંકુશવાળા વ્યોમ નેટવર્કમાં ૨૬ ટકા હિસ્સેદારીનો સમાવેશ થાય છે. આ આંકડો ૫૦૦થી ૫૦૦૦ કરોડની આસપાસનો છે. એરટેલ તાતા ટેલિના વાયરલેસ બિઝનેસને વધારે મજબૂત કરી શકે છે. તાતા તરફથી વળતરની ઓફર સ્વીકારી લેવામાં આવી છે. કોર્પોરેટ જગતમાં એટીસી અને તાતા વચ્ચેની ચર્ચાને લઇને પણ અટકળોનો દોર ચાલી રહ્યો છે. ટૂંકમાં જ સંપૂર્ણ વિગત જાહેર કરવામાં આવશે.

(7:38 pm IST)