Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

જરૂર પડે તો વધુ પરમાણુ પરીક્ષણ માટે ભારત તૈયાર

ડિઆરડીઓના ચેરમેન ક્રિસ્ટોફરનું સ્ફોટક નિવેદન

નવી દિલ્હી તા. ૨૯ : ડીઆરડીઓના ચેરમેન એસ ક્રિસ્ટોફરે કહ્યું છે કે, જરૂર પડશે તો ભારત વધુ પરમાણુ પરીક્ષણ કરવા તૈયાર છે. એક ઇન્ટરવ્યુમાં ક્રિસ્ટોફરે કહ્યું કે, ૧૯૯૮માં પોખરણમાં ન્યુકિલયર ટેસ્ટ કર્યા બાદથી ભારત ન્યુકિલયર મિસાઇલ ક્ષમતાના મામલે અગ્રેસર થયું છે.

મહત્વની વાત એ છે કે, આજે ક્રિસ્ટોફરનું આ નિવેદન આવ્યું છે અને ત્યારબાદ એ અહેવાલો મળ્યા કે સરકારે ક્રિસ્ટોફરને સેવા વિસ્તાર આપવાનો ઇન્કાર કરી દીધો છે. ત્યારબાદ તેઓએ પોતાનો ચાર્જ રક્ષા સચિવ સંજય મિત્રાને સોંપવામાં આવ્યો છે. ક્રિસ્ટોફરે એક વર્ષના વધુ સેવા વિસ્તાર માટે સરકારને સામે અરજી કરી હતી. તેઓને ગયા વર્ષે પણ સેવા વિસ્તાર મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ભારતીય પરમાણુ આયોગે પોખરણમાં તેનું પ્રથમ ભૂમિગત પરિક્ષણ સ્માઇલિંગ બુધ્ધા ૧૮ મે, ૧૯૭૪ના રોજ કર્યું તે સમયે ભારત સરકારે ઘોષણા કરી હતી. ભારતના પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ કાર્યો માટે થશે અને આ પરિક્ષણ ભારતને ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે કરાયું છે. બાદમાં ૧૧ અને ૧૩ મે ૧૯૯૮ના રોજ પોખરણમાં જ પાંચ્ અને ભૂમિગત પરમાણુ પરિક્ષણ કરવામાં આવ્યા ત્યારબાદ ભારતે સ્વયંને પરમાણુ શકિત સંપન્ન દેશ ઘોષિત કર્યો છે.

ત્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. આ સત્ય ઘટના પર બનેલી ફિલ્મ 'પરમાણુ' આજકાલ ચર્ચામાં છે. 'પરમાણુ'ના કારણે જ પોખરણમાં પરમાણુ વિસ્ફોટોની ભારતની સફળતા પર દેશવાસીઓને એકવાર ફરી ગર્વ કરવાનો મોકો મળી રહ્યો છે.

(4:30 pm IST)