Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

શેર બજારમાં અફડાતફડીઃ બેન્‍ક શેરોમાં વેચવાલીનો દોરઃ ઇન્‍ડેક્ષ ૧૭પ પોઇન્‍ટ ડાઉન

બજારે ફરી ૩પ હજારનું લેવલ તોડયું: નીફટી ૪પ ડાઉનઃ અન્‍ય શેરોમાં પડયા ભાવ

રાજકોટ તા. ર૯ :.. મુંબઇ શેર બજારમાં આજે સાવચેતીનો સૂર જોવાયો હતો, ફયુચરના છેલ્લા દિવસો હોય બજારમાં  અફડા તફડી હતી, સવારે બજાર માઇનસમાં  ખૂલ્‍યા બાદ ફરી ૧૦૦ પોઇન્‍ટની તેજી થઇ હતી અને બાદમાં ફરી વેચવાલીનો દોર જોવાતા આંક ૧૭પ ડાઉન સાથે ૩૪૯૯૦ તો નીફટી ૪પ ડાઉન સાથે ૧૦૬૪૧ જોવા મળી છે, ઇન્‍ડેક્ષે ફરી ૩પ હજારનું લેવલ આજે તોડી નાખ્‍યું છે.આજે બેન્‍ક શેરોમાં વેચવાલીનો દોર જોવા મળ્‍યો હતો, અમુક બેન્‍ક શેરોમાં કડાકા હતા, અન્‍ય તમામ શેરોમાં થોડી થોડી વેચવાલીએ નેગેટીવ રૂખ જોવા મળી હતી.

(4:03 pm IST)