Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

આજે ૧૬મો દિવસ : પેટ્રોલમાં ૧૬ અને ડિઝલમાં લીટરે ૧૪ પૈસા વધ્યા

નવી દિલ્હી તા. ૨૯ : દેશમાં સતત ૧૬માં દિવસે પણ પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલની કિંમતમાં આજે ૧૬ પૈસા તો ડીઝલની કિંમતમાં ૧૪ પૈસાનો વધારો થયો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૮.૪૩ રૂપિયા અને મુંબઈમાં ૮૬.૨૪ રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હીમાં ડીઝલ ૬૯.૩૧ રૂપિયા તો મુંબઈમાં ૭૩.૭૯ રૂપિયા પ્રતિ લીટરની સપાટીએ પહોંચ્યું છે.

ગુજરાતમાં પેટ્રોલ ડિઝલના આજના ભાવમાં રાજકોટ પેટ્રોલ ૭૭.૨૭ રૂપિયા ડીઝલ ૭૪. ૦૭ રૂપિયા, અમદાવાદ પેટ્રોલ ૭૭.૩૫ રૂપિયા ડીઝલ ૭૪.૧૩ રૂપિયા, વડોદરા પેટ્રોલ ૭૭.૨૬ રૂપિયા ડીઝલ ૭૪.૦૪ રૂપિયા, સુરત પેટ્રોલ ૭૭.૪૫ રૂપિયા ડીઝલ ૭૪.૨૫ રૂપિયા નોંધાયા છે.

(12:35 pm IST)