Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ઇરાનના વિદેશ પ્રધાન સાથે સુષ્માસ્વરાજની મંત્રણા

પરમાણુ કરાર અંગે ભારતનો સહયોગ માંગશે

નવી દિલ્હી તા. ર૯ : ઇરાનના વિદેશમંત્રી જવાદ જરીફ આજે વિદેશમંત્રી સુષ્માસ્વરાજની સાથે મુલાકાત કરશે. શકયતા એ છ ેકે આ દરમ્યાન તેઓ છ વૈશ્વિક શકયતાઓનીસાથે ઇરાનના પરમાણુકરાર પર અમેરિકાના હટી જવાથી ભારત પાસેથી સમર્થન માંગશે જરીફના એક દિવસની યાત્રા ર૦૧પના ઐતિહાસિક પરમાણુ કરારથી અમેરિકાના હટવા બાદ મહત્વપૂર્ણ વૈશ્વિક શકિતઓ સાથે સંપર્ક સાધવાના ઇરાનના પ્રયત્નો હેઠળ થઇ રહી છ.ે

આ કરાર હેઠળ ઇરાન મોટા-મોટા આર્થિક પ્રતિબંધ હટાવાના બદલે પોતાની સંવેદનશીલ પરમાણુ ગતિવિધિઓ રોકવા પર રાજી થઇ થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે સ્વરાજ અને જરીફની બેઠકમાં આ અંગે ચર્ચા થશે ચાબહાર બંદરગાહ પરિયોજનાનો વિષય પણ આ બેઠકમાં સામેલ થશે.

ઇરાનના વિદેશમંત્રી છેલ્લા ત્રણ સપ્તાહમાં ચીન, રશિયા અને કેટલાક યુરોપીય દેશોની યાત્રા કરી છે અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડટ્રેપે આ કરારમાંથી અમેરિકાના હટવાની ઘોષણા કરી હતી ટ્રેપના આ નિર્ણય પર ભારતે કહ્યું હતું કે દરેક સંબંધિત પક્ષોને આ મુદ્દે શાંતિપૂર્ણ સમાધાન કરવા માટે સકારાત્મક વાર્તા કરવી જોઇએ તથા ઇરાનના પરમાણું ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગના અધિકારીને સુનિશ્ચિત કરવો જોઇએ.

(12:35 pm IST)