Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ચૂંટણીઓ સાથે યોજવાનો પ્રસ્તાવ : એકેય પક્ષે કોઇ જવાબ ન આપ્યો

નવી દિલ્હી તા. ૨૯ : ભારતમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એકસાથે યોજવા વર્કિંગ પેપર ઘડવા કાનૂન પંચે માગેલી સલાહ અંગે સાત માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષો કે ૫૯ પ્રાદેશિક રાજકીય પક્ષોમાંથી કોઈએ પણ જવાબ આપ્યો નથી. સરકારે આ પ્રસ્તાવ આગળ ધપાવ્યો હતો.

જવાબ વાળવા માટે ૮મી મે છેલ્લી તારીખ હતી. જોકે ઉકત દસ્તાવેજોનો પ્રત્યુત્તર વાળનાર અગ્રણી લોકોમાં પુડુચેરીના મુખ્ય પ્રધાન વી. નારાયણસ્વામી તથા ચૂંટણી પંચના માજી કમિશનર એચ. એસ. બ્રહ્મા છે.

ચૂંટણી પંચ દ્વારા માન્યતાપ્રાપ્ત રાષ્ટ્રીય પક્ષોમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ), સીપીઆઈ, કોંગ્રેસ, સીપીઆઈ (એમ), તૃણમૂલ કોંગ્રેસ, બહુજન સમાજ પક્ષ (બસપ) તેમ જ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)નો સમાવેશ થાય છે.

ચૂંટણી પંચના અત્યંત ઉચ્ચ સ્તરીય સૂત્રોએ કહ્યું હતું કે નારાયણસ્વામીએ મંતવ્ય વ્યકત કર્યું છે કે, બંધારણમાં સુધારા, વધારા અને ફેરફાર કર્યા વગર એકસાથે લોકસભા તથા રાજય વિધાનસભાની ચૂંટણી ન યોજી શકાય.

(11:37 am IST)