Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

કાશ્મીરમાં ત્રાસવાદીઓ બેંક લૂંટવા સાથે બંદૂક પણ લેતા ગ્યા...

જમ્મુ તા. ૨૯ : અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આવેલી જમ્મુ-કાશ્મીર બેંકની શાખામાં બુકાનીધારી ત્રાસવાદીઓ ગોળીબાર કરતા ગઇકાલે બપોરના સમયે ઘૂસ્યા હતા અને એમણે બેંકમાંથી અંદાજે ૧ લાખ ૭૨ હજાર રૂપિયા અને ગાર્ડની બાર બોરની રાઇફલની લૂંટ કરી હતી.  આ વિસ્તાર મુખ્ય પ્રધાન મહેબૂબા મુફિતનો છે.  અગાઉ પણ અહીં હુમલા થયા છે.

(11:36 am IST)