Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ભાજપ શાસનના ૪ વર્ષમાં ૧૮ રાજયોમાં ચૂંટણી

માત્ર પ રાજયમાં ભાજપને પુર્ણ બહુમતઃ ૬ રાજયોમાં એનડીએ મોરચારૂપે તડ-જોડ કરી સત્તા મેળવીઃ ૭ રાજયોમાં અન્ય પક્ષોની સરકાર

નવી દિલ્હી : ભાજપા વિતેલા ૪ વર્ષથી કોંગ્રેસ મુકત ભારતના સુત્રો પોકારી રહી છે અને દેશભરમાં પોતાના વિસ્તરણની વાતો કરે છે પણ હકિકત એ છે કે દેશના કુલ ધારાસભ્યોની સંખ્યામાં તેના ધારાસભ્યો એક તૃતિયાંશથી થોડા જ વધારે છે. બધુ મળીને દેશની કુલ ૪૧૩૯ ધારાસભાની બેઠકોમાંથી ભાજપાની ૧પ થી ૧૬ બેઠકો (લગભગ ૩૭ ટકા) છે. આમાંથી ૯પ૦ બેઠકો ફકત ઉતર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકની છે. છેલ્લા ચાર વર્ષોમાં ઘણા નવા રાજયોમાં ભાજપાએ સત્તા મેળવી છે પરંતુ તે પોતાની તાકાત પર નહીં. એપ્રિલ-મે ર૦૧૪ થી મે-ર૦૧૮ સુધીમાં દેશના કુલ ર૭ રાજય કે કેન્દ્ર શાસીત પ્રદેશોની ચૂંટણીમાંથી ભાજપા ફકત સાતમાં જ પુર્ણ બહુમતી મેળવી શકી છે. ૧૦ માં એનડીએની સરકાર છે જયારે ૧૦ રાજયોમાં બીજા પક્ષોની સરકાર છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ર૦૧૩ થી ભાજપાની સરકાર છે જયારે મિઝોરમમાં કોંગ્રેસની સરકાર છે.

(11:34 am IST)