Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

પુરૂષોતમ -સ્‍તવન

જીવન સોંદર્ય છે,પ્રેમ છે સત-ચિત-આનંદ છે

માનવતા પાંગરે તો સુખ શાંતિ આવે

ગીતામાં કહ્યુ છે કે, જો ધર્મનું થોડુય આચારણ કર્યુ હશે તો તે મોટા ભય સામે રક્ષણ કરે છે.

તપ, પવિત્રતા દયા અને સત્‍ય, આ ચાર ધર્મના ચરણ છે. આપણા આચરણમાં જો આ ચાર હોય તો ધર્મની પુષ્‍ટિ થાય.

માનવી સુખ ઇચ્‍છે છે અને સુખધર્મથી પ્રાપ્ત થાય છે. સ્‍વર્ગમાં અમૃત રહેલુ છે, ચિંતામણીમાં જેમ સર્વ પ્રકારનું ધન રહેલુ છે તેમ કલ્‍યાણકર એવા ધર્મમાં નિરંતર સુખ રહેલુ છે.

માનવીમાં જો માનવતા પાંગરે તો તે જીવનભર સુખશાંતિ સાથે મોક્ષ જેવી મહાદુર્લભ સિધ્‍ધ પ્રાપ્ત કરી શકે છે.

વ્‍યકિતનો ઉધ્‍ધાર ધનથી નહીં, ધર્મથી થાય છે અને જે ધર્મને છોડતા નથી તેને પરમાત્‍મા કદી પણ છોડતા નથી,ધર્મરૂપી મૂળ હશે તો જ મુકિતરૂપ ફળની પ્રાપ્‍તિ થશે. સદ વિચાર જ વ્‍યકિતને સનમાર્ગે લઇ જઇ શકે છે.

માનવજીવન ઇશ્વરનો આપેલો અમુલ્‍ય ઉપહાર છે.આ ઉપહારના મુલ્‍યને સમજવાની જરૂર છે, અને તેને સૅભાળીને તેની મહતાનો અહેસાસ કરવાની આવશ્‍યકતા છે. માનવ જીવનમાં અમુલ્‍યતાનો અનુભવ થઇ જાય તો જીવનમાં આવનારા સમગ્ર કષ્‍ટ કઠણાઇ, અવરોધ, કંટકો,વિઘનો આપણને આપણા ઉદેશથી ભ્રમિત કરી શકતા નથી.માનવ જીવન ઇશ્વરીય સતાની એક અમુલ્‍ય ધરોહર છે, જે જીવનને અહંકારની પૂર્તિનું સાધન માની લે છે, તેનું જીવન પોતાના દ્વારાજ અવરોધો વિઘનો અને કઠણાઇઓથી ધરાઇ જાય છે, કારણકે જીવનમાં કયારેય અહંકારની તૃષ્‍ટિ સંભવ બનતી નથી. અંહકાર કુચક્ર રચે છે અને તેમાં ફસાઇને ધીરે ધીરે વિનાશ ભણી અનગળ ધપે છે.

સમય જ પ્રકૃતિ પ્રદત એ સપંદા છે જેના બદલામાં સંસારની કોઇ ઉપલબ્‍ધી પ્રાપ્ત કરી શકાય છે. માટે આપણે આપણી જીવન ઉર્જાને કઇ દિશામાં વાળવુ તે નકકી કરવું પડે.

જીવન જીવવા માટે શરિર એક ઉપકરણ અને માધ્‍યમ તરીકે એટલા માટે પ્રાપ્ત થયુ છે કે શરીરરૂપી રથમાં આત્‍મારૂપી રથી પોતાના મંતવ્‍ય સુધી પહોંચી શકે.

આત્‍માની યાત્રા પરમાત્‍મા  તરફ છે, તેના સિવાય બીજુ કશું જ નહી, અહીં સુખ તૃપ્તિ, તુષ્‍ટીનું કોઇ વધુ મહત્‍વ નથી.

આનંદ એક આત્‍મિક ગુણ છે જેને સંસારીક  વસ્‍તુઓ દ્વારા કોઇપણ ભોગે પ્રાપ્ત કરી શકતો નથી એટલા માટે શરિરને ભગવાનનું મંદિર માનીને તેની અંદર દિવ્‍ય અનુભુતિનો રસાસ્‍વાદ કરી શકાય છે. જીવન સોૈદર્ય છે, પ્રેમ છે, સત્‍ ચિત, આનંદ છે. જીવન એ બધુ જ છે.

મહાશંકરને માધવ મળ્‍યા જન્‍મોજન્‍મના પાપો  ટળીયા રામ રીજવ્‍યા રે...ઉતારો...

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(11:38 am IST)