Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

28મી જૂનથી શરુ થશે અમરનાથ યાત્રા:યાત્રાનો સમય વધારાયો:શિવભક્તો માટે લેવાયો નિર્ણય

દેશભરની આશરે 437 બેંકની શાખાઓમાં યાત્રા માટેનું રજીસ્ટ્રેશન શરુ થઇ ચૂક્યું છે

 

 આગામી 28મી જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થશે તેવામાં શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ દ્વારા વખતે યાત્રાનો સમય વધારવાનો નિર્ણય કરાયો છે જેથી તેની અસર શ્રદ્ધાળુઓ પર પણ જોવા મળશે.પહેલી માર્ચથી દેશભરની આશરે 437 બેંકની શાખાઓમાં યાત્રા માટેનું રજીસ્ટ્રેશન શરુ થઈ ચૂક્યું છે. પંજાબ નેશનલ બેંક, જમ્મુ કાશ્મીર અને યસ બેંકની બ્રાંચમાં જઈને શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન કરાવી શકે છે સાથે 75 વર્ષથી વધારે ઉંમર ધરાવનાર અમરનાથની યાત્રા કરવા ઈચ્છુક વ્યક્તિઓને અનુમતિ આપવામાં નહિ આવે.

  10 વર્ષમાં શિવભક્તો માટે પહેલી તક હશે જ્યારે અમરનાથ યાત્રા 60 દિવસની હશે અમરનાથ યાત્રા 28 જુનથી શરુ થઈને 26 ઓગસ્ટ સુધી ચાલશે. 2017માં યાત્રા ચાલીસ દિવસ સુધી ચાલી હતી. જેમાં 2.60 લાખ શ્રદ્ધાળુઓએ બાબાના દર્શન કર્યાં હતાં.

  એવું માનવામાં આવી રહ્યું છે કે અલગાવવાદીઓ અને કટ્ટરપંથીઓ અમરનાથ યાત્રા દરમિયાન કોઈ પરેશાની ઊભી નહિ કરે તો શ્રદ્ધાળુઓની સંખ્યા પાંચ લાખ સુધી પહોંચી શકે છે. બે મહિનાનો સમયગાળો હોવાના કારણે યાત્રીઓની સંખ્યા વધી શકે છે.

  જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ એનએન વોહરાએ કહ્યું હતું કે, અમરનાથ યાત્રા પર આવતા મુસાફરોને સુરક્ષા અંગે કોઈ ચિંતા કરવાની તેમજ ડરવાની જરુર નથી. કારણકે યાત્રીઓ શાંતીથી બાબાના દર્શન કરી શકે તે માટે સુરક્ષાને લઈ કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે

(12:00 am IST)