Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ઉત્તર પ્રદેશમાં આમ આદમી પાર્ટીની જન આંદોલન પદયાત્રામાં યશવંતસિંહા અને શત્રુઘસિંહા જોડાશે ?

 

   ફોટો aap
આમ આદમી પાર્ટીના સાંસદ અને ઉત્તર પ્રદેશના પ્રભારી સંજય સિંહે ઉત્તર પ્રદેશમાં સંગઠનને મજબૂત કરવાની સાથે કેન્દ્ર અને પ્રદેશ સરકારની નિષ્ફળતાઓને જનતા સુધી પહોંચાડવા માટે આંદોલનની રણનીતિ તૈયાર કરી છે  જેના પ્રથમ તબક્કામાં વારાણસીથી બલિયા સુધીની જન આંદોલન પદયાત્રાનું આયોજન થયેલ છે ભાજપ સાંસદ શત્રુધ્ન સિન્હા તથા ભાજપ છોડી ચુકેલા યશવંત સિન્હા પણ જોડાશે.

   સિંજય સિંહે કહ્યું કે શરુઆતી કાર્યક્રમોમાં ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા રહેલા યશવંત સિન્હા અને ભાજપ વિરૂદ્ધ બળવો કરી રહેલા સાંસદ શત્રુઘ્ન સિન્હા પણ સામેલ રહેશે. આ પદયાત્રામાં બંને સરકારોની ખોટી નીતિઓ અને જનહિતના મુદ્દા પર સરકારને ઘેરવામાં આવશે.

   સંજય સિંહે કહ્યું કે પદયાત્રા પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રુહેલખંડ, અવધ, બુંદેલખંડ અને પૂર્વાચલ પ્રાંતિમાં પણ થશે જેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. આ પદયાત્રામાં મોંઘવારી, બેકારી, ખેડૂતોને પોષણક્ષમ ભાવ, સ્કૂલ ફી, ગંગા સફાઇ, પેન્શન યોજના સહિતના મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

(7:12 pm IST)