Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી પહેલા લોકોને આકર્ષવા કેન્‍દ્ર સરકારનો પ્રયાસઃ સ્‍કાઇ યોજના અંતર્ગત નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે લોકોને સ્‍માર્ટફોન આપવામાં આવશે

નવી દિલ્હીઃ કેન્‍દ્ર સરકાર છત્તીસગઢમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા લોકોને સ્‍માર્ટફોનની ભેટ આપશે. આ માટે સ્કાઇ યોજના અંતર્ગત 17 ઓગષ્ટ પહેલાથી પ્રદેશની જનતાને 50 લાખ સ્માર્ટ ફોન વેચવાનું કામ ચાલુ કરી દેવામાં આવશે. છત્તીસઘઢ સરકારની આ યોજનાનો શુભારંભ વડાપ્રધાન મોદી પોતાનાં હાથે કરાવશે.  અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ સરકારે આ યોજના દ્વારા રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા જનતાને પોતાની તરફ આકર્ષવા માટેનાં પ્રયાસો ચાલુ કરી દીધા છે. 

ભલે વિધાનસભા ચૂંટણીમાં હજી 6 મહિનાનો સમય હોય  પરંતુ ભાજપ સરકાર જનતાને લલચાવવામાં કોઇ કસર છોડવા માંગતી નથી. આ યોજના હેઠળ દરેક હિતાગ્રાહીને મોબાઇલની સાથે 6 મહિના સુધી પ્રતિ મહિનાં 100 મિનિટની ફ્રી કોલિંગ અને 1 જીબી ડેટાનો લાભ આપવામાં આવશે. સરકારની આ ક્રાંતિ સંચાર યોજનાનો લાભ 50 લાખ કરતા વધારે લોકોને મળશે. સ્માર્ટ ફોન બીપીએલ ધારક પરિવારની મહિલાને  નામે આપવામાં આવશે. 

અધિકારીક સુત્રો અનુસાર છત્તીસગઢ ઇન્ફોટેક પ્રમોશન સોસાયટી (ચિપ્સ)એ મુખ્યમંત્રી રમણ સિંહ દ્વારા જાહેર કરાયેલ ક્રાંતિ યોજના સ્કાઇ હેઠળ રાજ્યમાં 50 લાખથી વધારે લોકોને સ્માર્ટ ફોન વહેંચવાની તૈયારી ચાલુ કરી દીધી છે. મહિલા સશક્તિકરણની દ્રષ્ટીએ આ યોજનામાં રાજ્યની મહિલાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ યોજના હેઠળ એક હજારથી વધારે વસ્તીનાં ગામોનાં પરિવારોની 40 લાખ મહિલા પ્રમુખો અને શહેરી ક્ષેત્રમાં ગરીબ પરિવારની પાંચ લાખ મહિલા પ્રમુખોને સ્માર્ટ ફોન આપવામાં આવશે. ચૂંટણી આચાર સંહિતાને ધ્યાનમાં રાખતા છત્તીસઘડ સરકારે આ સ્માર્ટ ફોન વિતરનું કામ 17 ઓગષ્ટથી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સ્માર્ટફોનનો લાભ મહિલાઓનાં કોલેજનાં પાંચ લાખ વિદ્યાર્થીનીઓને લણ આપવાનું લક્ષ્ય છે. અધિકારીઓએ જણાવ્યું કે, દેશમાં આ પ્રકારની આ પહેલી યોજના છે. તે યોજના અંતર્ગત બે પ્રકારનાં સ્માર્ટ ફોન વહેંચવામાં આવશે. પહેલા તબક્કામાં માઇક્રોમેક્સ કંપનીનાં 5 લાખ ભારત-4 સ્માર્ટ ફોન અને બીજા તબક્કામાં 45 લાખ ભારત-2 ફોન વહેંચવામાં આવશે. મળતી માહિતી અનુસાર મુખ્યમંત્રીનાં નિર્દેશ પર અત્યંત ઉછ્ચ ક્વોલિટીના સ્માર્ટ ફોન લેવામાં આવી રહ્યા છે. 

રાજ્યમાં હાલનાં સમયમાં મોબાઇલ ફોન કનેક્ટિવિટી ગ્રામીણ વિસ્તારમાં 29 ટકાની આસપાસ છે. આ યોજના દ્વારા રાજ્યનાં 13900 ગામોને મોબાઇલ ફોનની સારી કનેક્ટિવીટી મળશે. સમગ્ર રાજ્યમાં સંચાલિત ચિપ્સનાં 11 હજાર કરતા વધારે સામાન્ય સેવા કેન્દ્ર દ્વારા જનતાને ઇ ગવર્નન્સની સેવાઓ દુરનાં ગામ સુધી આપવી શકાય છે. 

(6:42 pm IST)