Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

માયાવતી પછી જે પણ પાર્ટીનું અધ્યક્ષપદ સંભાળશે તેમાં તેના પરિવારના કોઇપણ સભ્ય સંગઠનમાં કોઇપણ પ્રકારનું પદ નહીં સંભાળેઃ તેમના ભાઇને બીઅેસપીના ઉપાધ્યક્ષપદેથી હટાવી દીધા

લખનઉઃ બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીઅે જણાવ્યું છે કે, મારા પછી પાર્ટીનું અધ્યક્ષપદ જે કોઇ સંભાળશે તેમના પરિવારના કોઇપણ સભ્યને સંગઠનમાં કોઇપણ સ્‍તરનું પદ નહીં આપવામાં આવે.

BSP અધ્યક્ષ માયાવતીએ પોતાની પાર્ટીના બંધારણમાં થોડા ફેરફાર કર્યા છે. BSPમાં કરવામાં આવેલા આ ફેરફાર પ્રમાણે માયાવતી પછી જે પણ પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળશે તેના પરિવારનો કોઇપણ સભ્ય સંગઠનમાં કોઇપણ સ્તરનું પદ નહીં સંભાળે. માયાવતીના આ એલના પછ પોતાના ભાઇ આનંદ કુમારને પણ બીએસપીના ઉપાધ્યક્ષ પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે.

માયાવતીએ એપણ ઘોષણા કરતા જણાવ્યું હતું કે, જે કોઇપણ પાર્ટીના અધ્યક્ષ બનશે તેના પરિવારના કોઇપણ નજીકના સભ્યોને કોઇ ચૂંટણી લડાવવામાં નહીં આવે અને રાજ્યસભાના સાંસદ, MLC અને મંત્રી પણ બનાવવામાં નહીં આવે.

આ દરમિયાન માયાવતીએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે, આગામી 20-22 વર્ષ સુધી પોતે પાર્ટીની કમાન સંભાળશે.  કોઇ બીજો નેતા પાર્ટીનો અધ્યક્ષ કે તેનો ઉત્તરાધિકારી બનવાના સપના ન જુએ.

પાર્ટીને વધારે સારી બનાવવા માટે માયાવતીએ પાર્ટીમાં અનેક ફેરફાર કર્યા જેમાં BSPમાં પહેલીવાર નેશનલ કોઓર્ડિનેટરની નિમણુક કરવામાં આવી.

વીર સિંહ એડવોકેટ અને જયપ્રકાશ સિંહને પાર્ટીના નેશનલ કોઓર્ડિનેટર તરીકે નિમણૂંક કરવામાં આવ્યા છે. આર.એસ. કુશવાહને યુપીને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવાયા અને રામઅચલ રાજભરને રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી આપવામાં આવી છે.

(6:39 pm IST)