Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સૌપ્રથમ પહેલ : રાજસ્થાન રૉયલે કોવિડ રિલીફ ફંડમાં દાન કર્યા 7.5 કરોડ રૂપિયા

માલિકો, ખેલાડીઓ અને પ્રબંધને 7.5 કરોડ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હી : કોરોના મહામારીના સંકટમાં રાજસ્થાન રૉયલ્સે મોટી મદદ કરવાનુ એલાન કર્યુ છે. રાજસ્થાને કોરોના વાયરસ સામેની લડાઇ લડવા માટે 7.5 કરોડ રૂપિયા દાન કરવાની ઘોષણા કરી છે અને પોતાના ઓફીશીયલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ પણ કરી છે.

રાજસ્થાન રોયલ્સે લખ્યું કે, કોવિડ-19થી પ્રભાવિત લોકોની તાત્કાલિક સહાય માટે માલિકો, ખેલાડીઓ અને પ્રબંધને એક મિલીયન ડૉલર એટલે કે 7.5 કરોડ રૂપિયાની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આ મદદ રોયલ રાજસ્થાન ફાઉન્ડેશન અને બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરવા બધા ખેલાડીઓ ઉભા છે.

(7:02 pm IST)