Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

વિદેશી અખબારો કોરોના મામલે ઝાટકે છે મોદી સરકારને : છાપે છે બેડ - ચિતા - એમ્બ્યુલન્સની તસ્વીરો

ફ્રાંસના અખબારે મોદી સરકારની વેકસીન નીતિની ટીકા કરી : સરકારે કોરોનાને હળવાશથી લીધો : ચૂંટણી - કુંભમેળાએ સ્થિતિ વણસાવી હોવાનો આરોપ

નવી દિલ્હી તા. ૨૯ : કોરોનાના સંકટને ધ્યાનમાં રાખીને ભારત વિદેશી મીડિયા પર સતત છવાયેલું રહ્યું છે. બ્રિટનનું ઇન્ડિપેન્ડન્ટ હોય કે ગાર્જિયન ચીનનું ગ્લોબલ ટાઇમ્સ હોય કે ફ્રાંસનું લી મોન્દે. ત્યાં સુધી કે નાનો પાડોશી દેશ બાંગ્લાદેશ અથવા નાનુ અખબાર ન્યુ એજ-સબ દિલ્હી વગેરે શહેરોના સ્મશાનોમાં ઘુઘવાતી ચિતાઓની તસ્વીરો છાપીને મહામારી પર રીપોર્ટ અથવા ટીપ્પણીઓ છાપી રહ્યા છે.

ફ્રેન્ચ અખબાર લી મોન્દેએ તેમના સંપાદકીય લેખમાં લખ્યું કે, ભારતની હાલની કોવિડ મહામારી માટે વાતોમાં કોરોનાની અપ્રત્યાશિતા ઉપરાંત પ્રજાને ફોસલાવીને રાખતી રાજકીય અને તદ્દન ખોટી વાતો પણ સામેલ છે. અખબારે હોસ્પિટલો અને સ્મશાનોનું મંજર દેખાડીને લખ્યું છે કે મહામારી ગરીબ હોય કે અમીર કોઇને બક્ષતી નથી. રોગીઓના બોજથી ઉભરાતી હોસ્પિટલો, ગેટ પર ઉભેલી એમ્બ્યુલન્સોની લાઇનો અને ઓકસીજન માટે તડપતા દર્દીઓ. આ એવા દ્રશ્યો છે જે ખોટા નથી. ફેબ્રુઆરીમાં જે કોરોનાનો ગ્રાફ નીચે આવી રહ્યો હતો તે હવે બેકાબૂ બન્યો છે. આ સ્થિતિ માટે ફકત કોરોનાને દોષિત માની શકાય નહીં. સ્પષ્ટ છે કે અન્ય કારણોમાં નરેન્દ્ર મોદીને અદુરદર્શિતા, મોટી વાતો અને પ્રજાને ફોંસલાવીને રાખતી સિયાસત સામેલ છે. આજે નિયંત્રણ બહાર રાખતી સ્થિતિમાં વિદેશી મદદને ધ્યાનમાં લેવાય છે.

વર્ષ ૨૦૨૦ અસ્તવ્યસ્ત કરતું અત્યંત દુખકારી અને લુલા લોકડાઉનની ઘોષણા કરવામાં આવી. કરોડો પ્રવાસીઓને તેમના હાલ પર છોડી દીધા. મોદીએ સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની સલાહની જગ્યાએ તેમના ઉગ્ર-જોશીલા રાષ્ટ્રવાદી ભાષણોને સ્થાન આપ્યું.

આ રીતે સ્થિતિ બેકાબુ બની. આ સંપાદકીય લેખમાં કુંભનો ઉલ્લેખ પણ છે. આ આયોજનથી ગંગાજલને સંક્રમણકારી બનાવામાં આવ્યું તેમજ લેખમાં મોદીની બહુ પ્રચારિત વેકસીનની રણનીતિની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી છે.

(3:52 pm IST)