Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

RTPCR રિપોર્ટ નેગેટિવ આવવા છતાં લક્ષણો જોવા મળે તો શું કરવું? AIIMS નિર્દેશકે આપી સલાહ

કોરોનાનો નવો સ્ટ્રેન કોવિડના RTPCR ટેસ્ટને પણ આપી રહ્યો માત

નવીદિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે અખીલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન(AIIMS)ના નિદેશક ડો. રણદીપ ગુલેરિયાએ આ અંગે એક સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે જો ય્વ્ભ્ઘ્ય્ રિપોર્ટ નેગેટિવ આવે અને લક્ષણો જોવા મળે તો સાવધાની રાખવી જોઈએ. કોરોનાનો નવો સ્ટ્રેન કોવિડના RTPCR ટેસ્ટને પણ માત આપી રહ્યો છે. અનેક કેસમાં લક્ષણો હોવા છતા રિપોર્ટ નેગેટિવ જોવા મળે છે.

આ અંગે કોવિડ-૧૯ ટાસ્ક ફોર્સના સભ્ય અને AIIMS નિદેશક ડૉ.ગુલેરિયાએ જણાવ્યું કે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ જે લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળે છે, તેમનો ઈલાજ પ્રોટોકોલ હેઠળ થવો જોઈએ. કોવિડનો નવો સ્ટ્રેન અત્યંત સંક્રમક છે. જો કોઈ વ્યકિત સંક્રમિત વ્યકિતના સંપર્કમાં ૧ મિનિટ માટે પણ આવે તો તે અન્ય વ્યકિતને સંક્રમિત કરે છે.

AIIMSના નિદેશક જણાવે છે કે કોરોનાના કેસમાં સતત વધારો થવાને કારણે રિપોર્ટ આવવામાં વાર લાગી રહી છે. આ પ્રકારના કેસમાં ડોકટર કલીનિકો-રેડિયોલોજીકલ ડાયગ્નોસિસ કરે. જો સીટી સ્કેનમાં પણ કોરોનાના લક્ષણ જોવા મળે તો કોવિડ પ્રોટોકોલ હેઠળ ઈલાજ કરવો જોઈએ. કોરોનામાં સ્વાદ અને સ્મેલ ન આવવી, થાક લાગવો, તાવ આવવો, ઠંડી લાગવી, એસિડીટી કે ગેસની તકલીફ થવી, ગળામાં ખરાશ જેવા લક્ષણો જોવા મળે છે.

જાણકારોના મત મુજબ ઘણી વાર સ્વૈબ યોગ્ય રીતે ન લેવાને કારણે, યોગ્ય રીતે સ્ટોર ન થવાને કારણે, સેમ્પલને યોગ્ય રીતે ન મોકલવાને કારણે ફાલ્સ નેગેટિવની સંખ્યા વધી રહી છે.

નિષ્ણાંતોના મત અનુસાર મ્યૂટેડ વાયરસના કારણે RT-PCR રિપોર્ટ ખોટો આવી શકે છે. શરીરની રોગપ્રતિકારક શકિત ડબલ મ્યૂટેંટ વાયરસને ઓળખી શકતી નથી. જેના કારણે કોરોનાનું સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે અને મ્યૂટેડ વાયરસ RTPCRની તપાસમાં જોવા ન મળતુ હોવાની સંભાવના છે.

(11:40 am IST)