Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

રાજકોટમાં આજે ૬૬ મોતઃ ૧૪૧ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૫૩ પૈકી ૧૨ કોવીડ ડેથ થયા : શહેરનો કુલ આંક ૩૨,૪૩૮ઍ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૨૭,૮૪૯ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૬.૨૨ ટકા થયો

રાજકોટ તા. ૨૯: શહેર - જિલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૬૬નાં મૃત્યુ થયા છે. જયારે બપોર સુધીમાં ૧૪૧ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૨૮નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૨૯નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૬૬ દર્દીઓઍ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૫૩ પૈકી ૧૨ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૭૮ બેડ ખાલી છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૪૧ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૪૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૨,૪૩૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૨૭,૮૪૯ દર્દીઓઍ કોરોનાને હરાવ્યો છે.

ગઇકાલે કુલ ૮૫૩૫  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૬૩ કેસ નોîધાતા પોઝિટિવ રેટ ૪.૨૫ ટકા થયો  હતો. જયારે ૬૯૨ આજ દિન સુધીમાં ૯,૮૧,૧૬૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૨,૪૩૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૨૯ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૪૨૭૫  દર્દીઓ સારવાર હેઠળ છે.(૨૮.૧)

(3:26 pm IST)