Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

કેરળના લોકો માટે સરકાર વેક્સિનના એક કરોડ ડોઝ ખુલ્લા માર્કેટમાંથી ખરીદશે: સેકન્ડ ડોઝ આપવાને પ્રાયોરિટી અપાશે: મુખ્યમંત્રીની જાહેરાત

ખુલ્લા બજારમાંથી કેરળ એક કરોડ ડોઝ કોવીદ વેક્સિનના ખરીદશે, કેરળના મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે કે અમારી વેક્સિનેશન  ડ્રાઈવ કોઈપણ અડચણ વિના આગળ ચાલશે. તેમણે કહેલ કે કેરળ એક કરોડ  કોવિદ વેક્સિનના ડોઝ ખુલ્લા માર્કેટમાંથી ખરીદશે. ૭૦ લાખ ડોઝ કોવિશિલ્ડન અને ૩૦ લાખ ડોઝ કોવેકસીનના  આવતા ત્રણ મહિનામાં(મે થી જુલાઈ વચ્ચે) હસ્તગત કરવામાં આવશે. આ માટે ૪૮૩ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. અમે વેકસીનના બીજા ડોઝ માટે પ્રાયોરિટી આપશુ.

(9:26 am IST)