Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

IPL 2021 : હૈદરાબાદની હારની પરંપરા યથાવત : ચેન્નાઇ સુપર કિંગ્સનો 7 વિકેટે શાનદાર વિજય

ઋતુરાજે 44 બોલમાં 75 રન કર્યા હતા. ડુ પ્લેસિસે 38 બોલમાં 56 રન ફટકાર્યા

નવી દિલ્હી :આઇપીએલ 2021ની 23મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. મેચને ચેન્નાઇ સુપર કિંગ્સે 7 વિકેટે જીતી લીધી હતી. મેચમાં ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન વોર્નર અને મનિષ પાંડે એ શતકીય ભાગીદારીને લઈને 20 ઓવરના અંતે 3 વિકેટે 171 રન કર્યા હતા. જવાબમાં 3 વિકેટ ગુમાવીને ચેન્નાઈએ 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 173 રન કર્યા હતા. આમ સિઝનમાં સતત પાંચમી વાર હૈદરાબાદે હાર મેળવી હતી.

ચેન્નાઈએ શરુઆત સારી કરીને મેચને શરુથી જ એક તરફી બનાવી દીધી હતી. ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે 129 રનની ભાગીદારી રમત રમી હતી. બંનેએ ઝડપ થી મકક્મતા પૂર્ણ રમત રમીને ચેન્નાઈની જીતને પાકી કરાવી લીધી હતી.

ચેન્નાઈએ પ્રથમ વિકેટ 129 રનના સ્કોર પર 12. 6 ઓવરે ગુમાવી હતી. ઋતુરાજે 44 બોલમાં 75 રન કર્યા હતા. ડુ પ્લેસિસે 38 બોલમાં 56 રન કર્યા હતા. મોઈન અલીએ 8 બોલમાં 15 રન કર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ અણનમ 7 રન અને સુરેશ રૈનાએ અણનમ 17 રન કર્યા હતા.

 

એક માત્ર રાશિદ ખાનને વિકેટ નસીબ થઈ હતી. ચેન્નાઈની ટીમની તમામ ત્રણ વિકેટ રાશિદ ખાને ઝડપી હતી. રાશિદ ખાને 4 ઓવર કરીને 36 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જગદીશા સુચિથ આજે ખૂબ ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 3 જ ઓવરમાં 45 રન લુટાવ્યા હતા. ખલિલ અહેમદે 4 ઓવર કરીને 36 રન આપ્યા હતા. સિધ્ધાર્થ કૌલે 4 ઓવર માં 32 રન આપ્યા હતા. સંદિપ શર્માએ 3.3 ઓવરમાં 24 રન આપ્યા હતા.

 

ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કેપ્ટન વોર્નરે કર્યો હતો. મેદાને ઉતરેલા વોર્નર અને જોની બેયરિસ્ટોએ રમતની શરુઆત કરી હતી. બેયરિસ્ટોએ 7 રન કરીને જ વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ ક્રિઝ પર આવેલા મનિષ પાંડે અને વોર્નરે રમત ને આગળ વધારતા બંને એ શતકિય ભાગીદારી રમત રમી હતી. વોર્નરે 55 બોલમાં 57 રન કરીને વિકેટ ગુમાવી હતી. પાંડેએ 46 બોલમાં 61 રન કર્યા હતા. ત્યારબાદ કેન વિલિયમસને 10 બોલમાં 26 રન અણનમ કર્યા હતા, જ્યારે કેદાર જાદવે 4 બોલમાં અણનમ 12 રન કર્યા હતા.

લૂગૂી એનગીડીએ 4 ઓવરમાં 35 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સેમ કરને 4 ઓવર કરીને એક વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરે 4 ઓવર કરીને 44 રન આપ્યા હતા. મોઈન અલીએ 2 ઓવર કરીને 16 આપ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 3 ઓવરમાં 23 રન આપ્યા હતા.

(12:00 am IST)