Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

સની દેઓલે સુવર્ણ મંદિર પહોંચ્યા :બાબાના દ્વારે ટેકવ્યુ માથું : ટિકિટ પરથી ગુરદાસપુરમાં નામાંકન કર્યું દાખલ

પોતાના રાજકારણના નવા સફર માટે આશીર્વાદ માંગ્યા

ગુરદાસપુરમાં ભાજપ ઉમેદવાર અને બોલિવુડના સુપરસ્ટાર સની દેઓલએ આજે પોતાનું નામાંકન ભર્યું છે નામાંકનની પ્રક્રિયા પહેલા સની દેઓલ સુવર્ણ મંદિર પહોંચ્યા અને બાબાના દ્વારે માથુ ટેકવીને પોતાના રાજકારણના નવા સફર માટે આશીર્વાદ માંગ્યા હતા  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં સની દેઓલ વાદળી શર્ટમાં બાબા સાહેબના દ્વારા માથુ ટેકતા જોવા મળી રહ્યા છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે સનીએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની માહિતી સ્વયં પીએમ મોદીએ ટ્વીટ કરીને લોકોને આપી હતી. પોતાના ટ્વીટમાં મોદીએ સનીની પ્રશંસા કરીને તેમની સુપર ડુપર હિટ ફિલ્મ ગદરનો જાણીતો ડાયલોગ પણ ટ્વીટ કર્યો હતો.

(11:46 am IST)