Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

દિલ્હી એરપોર્ટ ખાતે ઇમીગ્રેશન સર્વર ઠપ્પઃ અડધો ડઝન વિમાન મોડા પડયા

૪૦ મિનિટ સર્વર ઠપ્પ રહ્યાં બાદ રીપેર થયું: યાત્રિકો હેરાન પરેશાન

નવી દિલ્હી તા.ર૯: હવાઇ મુસાફરી કરનારા માટે આજનો દિવસ પણ ખરાબ રહ્યો છે. ગઇકાલે મોડી રાત્રે ૧૨.૩૦ કલાકે ઇમીગ્રેશન સિસ્ટમમાં ટેકનીકલ સમસ્યાને કારણે દિલ્હી એરપોર્ટ પર સેંકડો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જો કે બાદમાં સર્વર ઠીક થઇ ગયું હતું. પણ ૬ જેટલી ફલાઇટ અડધા કલાકથી એક કલાક મોડી પડી હતી.

ઇમીગ્રેશન સિસ્ટમ સર્વર લગભગ ૪૦ મિનિટ સુધી ઠપ્પ રહ્યું હતું જે પછી હોબાળો મચી ગયો હતો અને યાત્રિકોની ભીડ જમા થઇ ગઇ હતી.

યાત્રિકોએ ટ્વીટર પર ફરીયાદો વ્યકત કરી હતી.

અત્રે એ નોંધનીય છે કે શનિવારે સર્વર ઠપ્પ  રહેતા ૧૫૫ ફલાઇટને અસર પડી હતી.

(11:40 am IST)