Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

૧૬ ક્રૂ મેમ્બરો સાથેના ઓઇલ ટેન્કરનો દરિયાઈ ચાંચિયાઓએ કબજો કરી લીધો: ક્રૂ મેમ્બરોની રાષ્ટ્રીયતા જાણવા મળતી નથી

દરિયાઈ ચાંચિયાઓએ ગિનીના અખાતમાં ડેનિશની માલિકીના લાઇબેરિયન ધ્વજવાળા ઓઇલ ટેન્કરમાં સવાર થઈ કબજો કરી લીધો છે. જહાજના માલિકે મંગળવારે જણાવ્યું હતું કે, જહાજ ઉપરના ૧૬ ક્રૂ મેમ્બરો સાથેનો સંપર્ક તૂટી ગયો છે જેમની રાષ્ટ્રીયતા જાણવા મળી નથી.

મોટાભાગના હુમલાઓ નાઈઝીરીયન ક્રિમિનલ ગેંગો દ્વારા થાય છે. ૧૩૫ મીટર લાંબા મોંજાસા રીફોર્મર જહાજ ઉપર   રિપબ્લિક ઓફ કોંગોમાં પોર્ટ પોઈન્ટે-નોઈરથી લગભગ ૧૬૦ માઈલ દૂર ૩ ચાંચિયાઓએ કબજો લીધો હતો તેમ જહાજના માલિક મોન્જાસાએ જણાવ્યું હતું.

(12:32 am IST)