Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

નેતન્યાહુના પુત્રના આક્ષેપોથી અમેરિકા હલબલી ઉઠ્યું: કહ્યું, ઇઝરાયેલમાં ફાટી નીકળેલા લોકવિરોધ પાછળ અમારો કોઈ હાથ નથી

નેતન્યાહુના પુત્રના સનસનાટી ભર્યા આરોપો પછી યુએસએ ઇઝરાયેલ મા ફાટી નીકળેલા પ્રચંડ લોક વિરોધમાં અમેરિકાની કોઈ ભૂમિકા હોવાની વાતને નકારી કાઢી છે. વિદેશ મંત્રાલયના સહ પ્રવક્તા વેદાંત પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે, "અમે આ વિરોધોને સમર્થન આપી રહ્યા છીએ અથવા તેમને પ્રોત્સાહન આપી રહ્યા છીએ તે બાબત સંપૂર્ણપણે ખોટી છે."

યાયર નેતન્યાહુએ ટ્વિટર ઉપર કરેલા ટ્વિટમાં કહ્યું છે કે અમેરિકી પ્રમુખ જો બિડેનનું વહીવટીતંત્ર તેના પિતા (ઇઝરાઇલના વડાપ્રધાન નેતન્યાહુ)ને ઉથલાવી પાડવા માટેના દેખાવોને ગુપ્ત રીતે સમર્થન આપી રહ્યું છે.

 

(12:13 am IST)