Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

રિઝર્વ બેન્કના દરોમાં ફેરફાર નહી થાયઃ ફૂગાવા અને આર્થિક સુધારાની સ્થિતિ પર નજર રાખશે

કોરોના સંક્રમણની બીજી લહેર દ્વારા સર્જાયેલી અનિડ્ઢિતતાના વાતાવરણમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) આગામી મૌદ્રિક નીતિ સમીક્ષામાં નીતિ દરને યથાવત રાખી શકે છેઃ નિષ્ણાતો કહે છે કે અર્થવ્યવસ્થાની હાલની સ્થિતિ જોતાં કેન્દ્રીય બેંક વધુ સમય માટે રાહ જોશેઃ આવતા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે રિઝર્વ બેંકની પ્રથમ નાણાકીય નીતિ સમીક્ષા ગવર્નર શક્તિકિંતા દાસની અધ્યક્ષતાવાળી મૌદ્રિક નીતિ સમિતિ (ઍમપીસી)ની ત્રણ દિવસીય બેઠક બાદ ૭ ઍપ્રિલના રોજ બહાર આવશેઃ મોંઘવારીમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળે છેઃ આવી સ્થિતિમાં રિઝર્વ બેંક દરોમાં ફેરફાર ન કરવા પગલાં લઈ શકે છેઃ ફુગાવા અને આર્થિક સુધારાની દશા-દિશા શું છે તેના પર રિઝર્વ બેંક નજર રાખશ

(1:46 pm IST)