Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

વિદેશી સાયબર એટેકના ડરથી ઓસ્ટ્રેલિયાએ સંસદની ઇન્ટરનેટ સેવાઓ ૩૦ કલાક સુધી બંધ કરી દીધી: ચીન તરફ શંકાની સોઈ

કેનબેરા : ઓસ્ટ્રેલિયાના સહાયક સંરક્ષણ પ્રધાન એન્ડ્ર્યૂ હસ્ટીએ રવિવારે કહ્યું હતું કે સરકારે વિદેશી તત્વો તરફથી આવતા સાયબર એટેકને નિષ્ફળ બનાવવા માટે સંસદની આઇટી અને ઇમેઇલ સેવાઓનો વપરાશ બંધ કર્યો અથવા  ઘટાડ્યો હતો.

સંસદીય આઇટી સિસ્ટમ ૩૦ થી વધુ કલાક સુધી ખોરવાઈ ગઈ હતી.  તે જ સમયે થયો હતો નાઈન ટીવી નેટવર્કની આઇટી સિસ્ટમ પણ ક્રેશ થઈ હતી.

 "આ મુદ્દો બાહ્ય તત્વો સાથે સંબંધિત છે, અને એકવાર જ્યારે આ બાબત જાણમાં આવી ત્યારે સાવચેતી તરીકે સરકારી સિસ્ટમો સાથેનું જોડાણ તુરંત કાપી નાખવામાં આવ્યું હતું તેમ હાસ્ટીએ જણાવ્યું હતું, આ સાયબર  હુમલો કદાચ વિદેશથી આવ્યો હશે, સંભવત: ચીનથી, તેમ મનાય છે.

 

(12:00 am IST)