Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કોરોના સામે લડત : બૉલીવુડ અભિનેત્રી બની નર્સ : હોસ્પિટલમાં દર્દીઓની કરી રહી છે સેવા

હોસ્પિટલમાં નર્સ તરીકે કોરોના પીડિત દર્દીઓની સારવાર કરે છે

મુંબઈઃ કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે બીજી બાજુ એક બોલીવૂડ એક્ટ્રેસ શિખા મલ્હોત્રાએ એવું કામ કર્યું છે કે જેના માટે તેના વખાણ થઈ રહ્યા છે. સંજય મિશ્રા સાથે ફિલ્મ કાંચલીમાં દેખાયેલી શિખા મલ્હોત્રા આ સમયે કોરોના પોઝિટિવ દર્દીઓની સેવામાં લાગી છે. જેના પગલે ચારે બાજુ તેના વખાણ થઈ રહ્યા છે. મુંબઈની એક હોસ્પિટલમાં નર્સ તરીકે કોરોના પીડિત દર્દીઓની સારવાર કરી રહી છે.

ખુદ શિખાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ અંગે જાણકારી આપી હતી. શિખાએ પોતાના ઈન્સ્ટાગ્રામ ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ બીએસસી નર્સિંગમાં ટ્રેન્ડ છે.

અત્યારે લોકોને તેમની જરૂર છે એટલે તેણે નિર્ણય કર્યો છે કે તે પોતાની આ ડિગ્રીનો ઉપયોગ કરીને લોકોની સેવા કરે. મેં અનેક જગ્યાએ અરજી કરી હતી. પોતાના સેવા માટે કહ્યું ત્યારબાદ મને હિન્દુ હૃદય સમ્રાટ  બાલા સાહેબ ઠાકરે હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં કામ કરવાની મંજૂરી મળી હતી

ઉલ્લેખનીય છે કે શિખા મલ્હોત્રાએ દિલ્હીના સફદરગંજ હોસ્પિટલથી નર્સિંગની ડિગ્રી લીધી છે. જોકે, તેણે આ પહેલા નર્સ તરીકે ક્યાં કામ કર્યું નથી

 

(11:16 pm IST)