Gujarati News

Gujarati News

News of Sunday, 29th March 2020

કોરોના સામે લડત : દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓની હાઈલેવલની મીટિંગ :વતન જતા લોકો માટે અસ્થાઈ આશ્રામસ્થળ બનાવાશે

ખાધ્ય, દવા, ઉર્જા ઉત્પાદો વગેરે જેવી આવશ્યક વસ્તુઓની સપ્લાઈ સહિતના મુદ્દે ચર્ચા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીઓની હાઈ લેવલની મિટિંગ યોજાઈ હતી જેમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના અન્ય મંત્રીનો સમાવેશ થાય છે. આ બેઠકમાં લોકડાઉન દરમિયાન લોકો સુધી જરૂરી સામાન સપ્લાય સહિતના અન્ય મુદ્દાઓ ઉપર સમીક્ષા કરવામાં આવી હતી. દેશમાં અત્યા સુધી કોરોના વાયરસ સંક્રમણમના 979 કેસ આવી ચૂક્યા છે જ્યારે 25 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.

 આ હાઈલેવલ મીટિંગમાં પોતાના ઘરે રોડના માર્ગે જઈ રહેલા લોકો માટે અસ્થાઈ આશ્રમસ્થળ બનાવવામાં આવશે તેવો નિર્ણંય લવાયો હતો આ બેઠકમાં દરેક મંત્રાલયો પાસેથી સલાહ પણ લેવામાં આવી હતી.
  રવિવારે કેન્દ્રિય મંત્રીઓની હાઈ લેવલની બેઠક રક્ષા મંત્રી રાજનાથ સિંહના આવાસ ઉપર થઈ હતી. જેમાં ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અન્ય વરિષ્ટ મંત્રીઓ સામેલ થયા હતા. બેઠકમાં મંત્રીઓને કોરોના સંક્રમણથી બચવા તમામ મુદ્દાઓની સમીક્ષા કરી હતી. જેમાં ખાધ્ય, દવા, ઉર્જા ઉત્પાદો વગેરે જેવી આવશ્યક વસ્તુઓની આપૂર્તિ ચેઈન બનાવી રાખવાનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે આપેલી જાણકારી પ્રમાણે દેશણાં 24 કલાકમાં કોરોના વાયરસના 106 કેસ સામે આવ્યા છે. આમ કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધીને 979 થઈ ગઈ છે. જ્યારે 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 6 લોકોના મોત નીપજ્યા છે. ત્યારબાદ દેશમાં મૃતકોનો આંકડો વધીને 25 થયો છે.
ગૃહ મંત્રાલય પ્રમાણે કારીગરોના પરિશ્રમિકનું પેમેન્ટ સમય ઉપર થાય, એટલા માટે સરકાર તરફથી નિયોક્તાઓને આદેશ આપવામાં આવશે. લોકડાઉન દરમિયા કામ બંધ હોવા છતાં પણ કારીગરોને સંપૂર્ણ સમયનું વેતન આપવામાં આવે. આ ઉપરાંત મકાન માલિકોને ભાડું ન લેવા માટે કહ્યું છે.

(10:42 pm IST)